બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણા ખાતે આવેલ નાલંદા પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું.
શાળાના બાળકો દ્વારા વિવિધ જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી: મુલાકાત સ્થળોની વિવિધતા બાબતે બાળકોને માહિતગાર કરાયા.
સુખસર,તા.16
ફતેપુરા તાલુકાના મકવાણા ખાતે આવેલ નાલંદા પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા બાળકો સાથે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ જગ્યાએ જોવાલાયક સ્થળોની બાળકોને મુલાકાત કરાવવામાં આવી હતી. તેમાં 15 જાન્યુઆરી-2022 ના રોજ એક દિવસીય શાળા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ડાયનોસોર પાર્ક રૈયોલી અને સાયન્સ સીટી અમદાવાદ તેમજ રિવરફ્રન્ટની મુલાકાત કરાવવામાં આવી હતી.અને આ સ્થળોની વિવિધતા બાબતે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.શાળાના બાળકોએ પણ વિવિધ સ્થળોની મુલાકાત લઇ આનંદ અનુભવ્યો હતો તેમજ વિવિધ સ્થળોની માહિતીથી માહિતગાર થયા હતા. આ શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રીમતી એન.કે.મુનિયા તેમજ શાળા સ્ટાફ ની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.