
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીટોડી પ્રાથમિક શાળામાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી.
શાળાના બાળકોને બાળદિન વિશે માહિતગાર કરી,વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું.
સુખસર,તા.14
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ 14/11/2022 સોમવારના રોજ બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોનો દિવસ હોય અને શાળામાં બાળ દિનની ઉજવણી કેમ બાકી રહે એ ભાવ સાથે શાળામાં બાળ દિવસ ઉજવાયો હતો.શાળાના શિક્ષકો દ્વારા બાળ દિવસ કોની યાદમાં ઉજવાય છે? કેમ ઉજવાય છે?ક્યારથી ઉજવાય છે? બાળ દિન સૌ પ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો હતો?જેવી બાબતોની જાણકારી આપવામાં આવી હતી.સાથે નેહરુજીના જીવન પ્રસંગો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી જેમાં નિબંધ લેખન,ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,અને નેહરુજીના જીવન વિશે 30 જેટલા પ્રશ્નોનો ટેસ્ટ યોજવામાં આવ્યો હતો.ત્યારબાદ બાળકોનો દિવસ હોય તો બાળકો હંમેશા ખુશ રહેવા જોઈએ જેથી બાળકોને ગમતી રમતો યોજવામાં આવી હતી.જેમાં કોથળા દોડ,દેડકાદોડ, લીંબુ-ચમચી,ચોકલેટ શોધ જેવી રમતો યોજવામા આવી હતી.જેમાં બાળકોને ખૂબ મજા આવી હતી.તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.અને આ રીતે બાળકો ખુશ થાય,મજા કરે સાથે-સાથે તેમના બાળ અધિકારો જાણતા થાય એ રીતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.