
શબ્બીર સુનેલવાલ :- દાહોદ
ફતેપુરા નગરમાં ગેરકાયદેસર દબાણો કર્તાઓ સામે મામલતદાર થયાં લાલધૂમ
ગેરકાયદેસર દબાણો અટકાવતા મામલતદાર શ્રી કલેકટરશ્રીને લેખિતમાં જાણ કરી..
ફતેપુરા તા.15
ફતેપુરામાં સરકારી જમીનમાં દબાણો કરતા ઇસમો બેફામ બનતા મામલતદાર શ્રી ફતેપુરા દ્વારા તાત્કાલિક ધોરણે ખોદકામ બંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ફતેપુરા નગરના તળાવની પાળ નજીકના સર્વે નંબર વાળા ઇસમો દ્વારા તળાવનું પાળનું ખોદકામ રાત્રી સમય દરમિયાન ચાલતું હોય ગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદારશ્રી ને રૂબરૂમાં જાણ કરવામાં આવતા મામલતદાર શ્રી દ્વારા ખોદકામ કરતા ઈસમને રાત્રીના સમય દરમ્યાન ફોન કરી ખોદકામ બંધ કરાવી સવારે નાયબ મામલતદાર વિપુલકુમાર ભરવાડની ટીમને સ્થળ મુલાકાત પર મોકલી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી તેમજ યથાવત સ્થિતિ જાળવી રાખવા તથા બીજો હુકમના થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સ્થળ પર કોઈ પણ કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું
આ મામલે મામલતદાર દ્વારા વિભાગના સરપંચશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવેલ છે અને ફરીથી તળાવમાં આવું ના બનવા પામે તે માટે તકેદારી રાખવા સૂચના આપી છે.