ફતેપુરા નગરમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ નું આગમન થતાં ફુલહાર કરી પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું..

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા , ફતેપુરા

 

ફતેપુરા નગરમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ નું આગમન થતાં ફુલહાર કરી પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું..

 

ફતેપરા નગરમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ નું આગમન થતાં ફુલહાર કરી પુષ્પો વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું

ફતેપુરા નગરમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ ના શ્રી મુખેથી શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું

સ્વગીય શ્રી વિનોદભાઈ કાલિદાસ ડબગરના સ્વાણૅથે કથા નું આયોજન કરવામાં આવ્યું છે.

        

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશન ના સામે આવેલ મેદાનમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ ના શ્રી મુખેથી શિવ કથા નું આયોજન સ્વગીય શ્રી વિનોદભાઈ કાલિદાસ ડબગરના સ્વાણૅથે આયોજન કરવામાં આવેલ છે આ શિવ કથા તારીખ 29 10 2022 થી તારીખ 6 11 2022 સુધી કરવામાં આવશે પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ તેમના શ્રી મુખેથી પોતાની આગવી શૈલીમાં રસતરબોલ કરશે આજરોજ તારીખ 28 10 22 ના સાંજના સમયે પરમ પૂજ્ય શ્રી ગીરી બાપુ નો કથાના આયોજક દ્વારા અને ફતેપુરા ના નગરજનો દ્વારા કુલહાર કરી પુષ્પો વર્ષા કરી ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું 

પોથી યાત્રા આજ રોજ તારીખ 29 10 2022 ને શનિવારના રોજ સવારના ફતેપુરા નગરમ ફરીને કથા સ્થાળે પહોંચશે.

Share This Article