
શબ્બીર સુનેલવાલા , ફતેપુરા
ઘુઘસ ગામે બાબા કનાગરા મંદિર ખાતે કળશ બેડા મુઘટ ચડાવવામાં આવ્યો..
ફતેપુરા તા.29
ફતેપુરા તાલુકાના ઘોઘાસ ગામે આવેલ બાબા કનાગરા મંદિર ખાતે ચઢાવવામાં આવ્યા હતા.
ઘુઘસ ગામના ગ્રામજનોએ કળશ બેડા મુઘટ લઈને ઘુઘસ ગામે ચીમનભાઈ પારગીના નિવાસ્થાનેથી પગપાળા ચાલતા જઈને બાબા કનાગરા મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા.જ્યાં મંદિર ખાતે પહોંચતા દળનું સ્વાગત કરીને વધામણા કરવામાં આવ્યા હતા.ત્યારબાદ આરતી અને પૂજા કરીને મંદિરના શિખર ઉપર કળશ બેડા મુગટ અને ધજા ચડાવવામાં આવી હતી આ વેળાએ ઘુઘસ ગામના ગ્રામજનો આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.