
ફતેપુરા :-શબ્બીરભાઈ સુનેલવાલા
દાઉદી વ્હોરા સમાજના ત્રણ યુવકો 500 કિલોમીટરનો પેદલ યાત્રા કરી 12 દિવસે ગલીયાકોટ પહોંચ્યા.
ભાવનગર જિલ્લાના ધોઘા ગામના એક યુવક અને અમદાવાદના બે યુવકો પેદલ યાત્રા કરી ગલીયાકોટ બાબજીના રોજામાં પહોંચ્યા અને જીયારત કરી.
રાજસ્થાન રાજ્યના ગલીયાકોટમાં આવેલ સૈયદી ફકરુદ્દીન શહીદ બાબજી શહિદ ની જીયારત કરવા માટે દુનિયાભર માંથી દાઉદી વ્હોરા સમાજ ના લોકો બારેમાસ જીયારત ઉમટી પડતા હોય છે અને પોતાની દિલી ઉમ્મીદો પૂરી કરે રોતા આવેલા હસતા પરત ફરે છે તેવા બાબજી શહિદની જીયારત કરવા માટે ભાવનગર જિલ્લામાંથી દાઉદી વ્હોરા સમાજના ફિરોજભાઈ ચલતા હુઆ અમદાવાદ પહોંચતા અમદાવાદ થી વહોરા સમાજના બે યુવકો હાતિમ ભાઈ અને હુસેનભાઇ પણ ફિરોજભાઈ સાથે જોડાઈ ને આ ત્રણેય ભાઈઓ ફિરોજભાઈ હાતીમ ભાઈ હુસેન ભાઈ ત્રણેય યુવક પેડલ ચલતા હુઆ 500 થી 550 કિલોમીટરનું અંતર પદયાત્રા કરી 12 દિવસ માં ગલીયાકોટ પહોંચી સૈયદી ફકરુદ્દીન શહિદ મૌલાની જીયારત કરી દેશ દુનિયામાં અમન અને શાંતિ રહે તેમજ હિન્દુસ્તાન વધુમાં વધુ તરકકી કરે અને આગળ વધે તેમજ દાઉદી વ્હોરા સમાજના રહેનુમા ધર્મગુરુ ડોક્ટર સૈયદના આલીકદર મુફદૃલ સેફુદ્દીન સાહેબ ત.ઉ.શ. ને લાંબી ઉંમર માટેની બાબજી શહિદ ને જીયારત કરી દુઆ કરવામાં આવેલ હતી સામાજિક સંસ્થાઓ દ્વારા જગા જગા પર હેલ્પ કરવા માટે હાજર રહ્યા હતા