બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના જવેસી ગામે જમીન સંબંધી મામલે બે જણાએ ભેગા મળી એક વ્યક્તિને ફટકાર્યો
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જવેસી ગામે જમીન સંબંધી મામલે બે જણાએ એક વ્યક્તિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવા પામી છે.
ગત તા.૦૭મી ઓગષ્ટના રોજ જવેસી ગામે નિસરતા ફળિયામાં રહેતાં મંગુભાઈ વેલજીભાઈ નિસરતા પોતાના તળાવવાળા ખેતરમાં ચોમાસાની સીઝન હોય ખેતી – વાવણી જાેવા માટે ગયાં હતાં ત્યારે જમીનમાં ગામમાં રહેતાં પંચાભાઈ વારજીભાઈ નિસરતાની જમીન પણ એકજ શેઢા ઉપર આવેલ હોય અને ચંપાભાઈએ નીલગીરીના છોડની રોપણી કરેલ હોય આ બાબતે મંગુભાઈ પુછવા જતાં ચંપાભાઈ અને મુકેશભાઈ ચંપાભાઈ નિસરતા એકદમ ઉશ્કેરાઈ જઈ મંગુભાઈને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખળાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મંગુભાઈ વેલજીભાઈ નિસરતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.