
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
સંસદ સભ્યશ્રી જશવંતસિંહ ભાભોરની ગ્રાન્ટમાંથી ફતેપુરા ને મળેલ આઈ.સી.યુ.ઓન વહીલ એમ્બ્યુલન્સ
ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રને મળેલ અત્યંત આધુનિક એમ્બ્યુલેન્સ
ફતેપુરા તા.08
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રને દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરની ગ્રાન્ટમાંથી અત્યંત આધુનિક આઇઆસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા આજરોજ સંસદ સભ્ય શ્રી આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું ફતેપુરા નગરને કોરોના કાલમાં અત્યંત આધુનિક ઓક્સિજનથી સજજ થયેલ એમ્બ્યુલન્સ મળતા નગરજનોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી નગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા કલેકટર ખરાડી જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રમેશ ભાઈ પહાડીયા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાન્ડા સામુહિક આરોગ્ય કેન્દ્રના ફતેપુરા અધિક્ષક ડોક્ટર રીતેશ રાઠવા તેમજ કાર્યકર્તાઓ આગેવાનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જરૂરિયાત મંદોને જીવન જરૂરિયાત કિટનું વિતરણ કરવામાં આવેલ હતું