
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે આરસીસી રોડ બાબતે થયેલા ઝગડામાં એક મહિલા સહીત બે વ્યક્તિઓને માર માર્યો..
દાહોદ તા.ર૧
આરસીસી રોડ ન કાઢવા દેવાના મામલે ફતેપુરાના ભોજેલા ગામના પરમાર ફળીયામાં થયેલ ઝઘડમાં મારામારી થતા એક મહિલા સહિત બે જણાને લાકડીનો માર મારી ઈજાઓ કરી તથા જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભોજેલા ગામના પરમાર ફળીયામાં રહેતા સોમલીબેનને તેના જ ગામના દીપસીંગભાઈ કાળુભાઈ ડામોરે ગાળો બોલી તમોએ અગાઉ આરસીસી રોડ કેમ કાઢવા દીધેલ નથી ? તેમ કહી તેના હાથમાંની લાકડી સોમલીબેનને માથામાં મારી માથુ લોહીલુહાણ કરી તથા કમ્મરના ભાગે ફટકા મારી ઈજાઓ પહોંચાડી હતી. સોમલીબેનને છોડાવવા નાનજીભાઈ વચ્ચે પડતા તેને પણ મેહુલભાઈ દીપસીંગભાઈ ડામોરે ગડદાપાટુનો માર મારી ગાળો બોલી હવે પછી ક્યાંક મળશો તો તમોને જીવતા છોડીશું નહી તેમ કહી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે ભોજેલા ગામના પરમારના ફળીયામાં રહેતા અશ્વીનભાઈ નાનજીભાઈ પરમારે નોંધાવેલ ફરીયાદને આધારે સુખસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.