
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાતના નાગરિકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
મામલતદાર શ્રી પી.ઍન પરમારે આવેદનપત્ર ઉચ્ચ કક્ષાએ મોકલી આપવાની ખાતરી આપી
ફતેપુરા તા.20
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઉદેશીને લખેલ આવેદનપત્ર મામલતદાર કચેરી આવીને મામલતદાર પી એમ પરમાર ને આવેદન પત્ર રજુ કરેલ હતું આમ આદમી પાર્ટી ફતેપુરા દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને સસ્તા દરે વીજળી પુરી પાડવા જોઈએ ગુજરાતમાં વીજળી ઘણી જ મોંઘી છે ગુજરાતમાં વીજળી ઉત્પાદન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય સરકાર ખાનગી ઉત્પાદન મથકો પર આશ્રિત થયું ગુજરાત સરકાર નાં આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકોને બેવડી રીતે ભોગવી રહ્યા છે પ્રથમ તો ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007 માં 25 વર્ષ સુધી વીજળી ખરીદવા જે ફિક્સ ભાવ નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટના દબાણ હેઠળ આવી ને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યા એને કારણે જ વખતો વખત પ્રતિ યુનિટ ફ્યુઝલ સરચાજર્માં વધારો થતો જાય છે જેવા વિવિધ કારણો દર્શાવી ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવા માટેની માગણી સાથેનું આવેદનપત્ર મામલતદાર શ્રી ને રજુ કરેલ હતું