Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં તુફાન જીપ-મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા:સારવાર દરમિયાન એકનું મોત.

April 23, 2022
        878
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં તુફાન જીપ-મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા:સારવાર દરમિયાન એકનું મોત.

બાબુ સોલંકી ,સુખસર

 

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં તુફાન જીપ-મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા:સારવાર દરમિયાન એકનું મોત.

શનિવાર સાંજના સાત વાગ્યાના અરસામાં ગામની ડેરીમાં દૂધ ભરી પરત મોટરસાયકલ ઉપર ધરે આવતા અકસ્માત સર્જાયો હતો.

 

સરસવાપૂર્વ ના મોટરસાયકલ સવાર બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે લુણાવાડા ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું.

 

સુખસર,તા.23

 

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં લાપરવાહીથી વાહન હંકારતા ચાલકો ના લીધે વાહન અકસ્માતોનો સિલસિલો દિન-પ્રતિદિન વધતો જતો હોય નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.જેમાં વધુ એક અકસ્માત ગુરુવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં સરસવાપૂર્વ ગામે ડેરીમાં દૂધ ભરી પરત ઘરે જતા મોટરસાયકલ સવાર બે વ્યક્તિઓને તુફાન ગાડીના ચાલકે અડફેટમાં લઇ અકસ્માત સર્જતા ગંભીર ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓ પૈકી એકનું લુણાવાડા ખાતે સારવાર દરમિયાન મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામે રહેતા માનસિંગભાઈ દીતાભાઇ ડીંડોર ગુરુવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં ગામમાં આવેલ ડેરીમાં દૂધ ભરી ગામના વિક્રમભાઈ પુનાભાઈ ડામોરની મોટર સાયકલ ઉપર બેસી પરત ઘરે જઈ રહ્યા હતા.તેવા સમયે સરસવા પૂર્વ તલાવડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે સામેથી આવતી તુફાન જીપ નંબર-જીજે.9.બીએફ-1557 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી વિક્રમભાઈ ડામોરના કબજા ની મોટરસાયકલને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા માનસિંગભાઈ ડીંડોર તથા વિક્રમ ડામોરને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આ બંને ઈજાગ્રસ્તોને લુણાવાડા ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં માથામાં તથા શરીરે ગંભીર ઇજાગ્રસ્ત માનસિંગભાઈ દિતાભાઈ ડીંડોરનું સારવાર દરમિયાન મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે વિક્રમભાઈ ડામોરને શરીરે ઈજાઓ પહોંચતા હાલ સારવાર લઈ રહ્યા છે.

 ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક માનસિંગભાઈ ડીંડોરના પુત્ર દિનેશભાઈ માનસિંગભાઈ ડીંડોરે સુખસર પોલીસમાં ફરિયાદ આપતા તુફાન ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવી પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!