Friday, 20/05/2022
Dark Mode

ફતેપુરા તાલુકાના નાનાબોરીદામાં તુફાન ગાડી ચાલકે 6 વર્ષીય બાળકીને અડફેટમાં લઇ અકસ્માત કરતા મોત.

April 17, 2022
        2018
ફતેપુરા તાલુકાના નાનાબોરીદામાં તુફાન ગાડી ચાલકે 6 વર્ષીય બાળકીને અડફેટમાં લઇ અકસ્માત કરતા મોત.

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના નાનાબોરીદામાં તુફાન ગાડી ચાલકે 6 વર્ષીય બાળકીને અડફેટમાં લઇ અકસ્માત કરતા મોત.

અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું.

તુફાન ચાલક અકસ્માત બાદ પોતાના કબજાની ગાડી લઈ ફરાર થયો.

સુખસર,તા.17

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિનપ્રતિદિન વાહન અકસ્માતમાં ભોગ બની મોતને ભેટવા ના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એક અકસ્માત મોતના બનાવની શાહી જ્યાં સુકાતી નથી ત્યારે બીજો અકસ્માત મોતનો બનાવ બનાવ બની રહ્યો છે.જેમાં વધુ એક બનાવ શનિવાર સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાની માતા સાથે રસ્તાની સાઈડમાં ઊભેલી 6 વર્ષીય બાળકીને તુફાન ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબૂ ગુમાવી અકસ્માત નોતરતા બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે રહેતા રમેશભાઈ વાઘજીભાઈ મછાર તથા તેમના પત્ની વર્ષાબેન અને છ વર્ષીય પુત્રી રાજેશ્વરીબેન શનિવારના રોજ સુખસર ખાતે ઘર સામાન લેવા ગયા હતા.જ્યાંથી રેકડામાં બેસી પરત ઘરે આવી રહ્યા હતા.અને સુખસર થી નાની ઢઢેલી તરફ જતા માર્ગ ઉપર નાના બોરીદા ગામે રેકડા માંથી ઉતર્યા હતા.તેવા સમયે રમેશભાઈ મછાર રેકડા વાળાને ભાડું આપી રહ્યા હતા. જ્યારે પુત્રી રાજેશ્વરી બેનને તેની માતા વર્ષાબેન રસ્તાની સાઈડમાં હાથ પકડીને ઉભેલા હતા.તેવા સમયે નાની ઢઢેલી તરફથી તુફાન ગાડી નંબર-GJ.02-CA.5014 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં તેની માતાનો હાથ પકડી ઉભેલી બાળકી રાજેશ્વરી બેનને અડફેટમાં લીધી હતી.જેમાં રાજેશ્વરી બેનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.અકસ્માત થતા આસપાસમાંથી લોકો દોડી આવતા તુફાન ગાડીનો ચાલક તેના કબજાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક રાજેશ્વરીબેનની માતા વર્ષાબેન રમેશભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તુફાન ચાલક વિરુદ્ધ અકસ્માત અન્વયે કાયદેસરનો ગુનો દાખલ કરી મૃતક બાળકીને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort