ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

Editor Dahod Live
1 Min Read

શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો

તાલુકા વિકાસ અધિકારીની બદલી થતાં તાલુકા પંચાયતના સભાખંડમાં વિદાય સંભારમ યોજાયો

ફતેપુરા તા.31

 

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોર ની બદલી થતાં તાલુકા પંચાયતના સભાખંડમાં તેઓ નો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોરની અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકેની બદલી થતાં તેઓ નો વિદાય સંભારંભ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવેલ હતો જેમાં ફતેપુરા મામલતદાર પી એન પરમાર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તથા ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અને દાહોદ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના ઉપપ્રમુખ અતુલભાઇ ડોડીયાર તલાટી કમ મંત્રી શ્રી ઓ તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ ગણ હાજર રહેલ હતો વિદાય તથા તાલુકા વિકાસ અધિકારી ઠાકોરને ફુલહાર કરી તેમજ સાલ ઓઢાડી શ્રીફળ આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી તેમજ તેમનું આયુષ્ય નીરોગી અને તંદુરસ્ત રહે તેવા ઉપસ્થિત આગેવાનો દ્વારા આશીર્વાદ આપી તેઓના નોકરીના સમયગાળામાં કર્મચારીઓ સાથે ના સુમેળભર્યા વ્યવહાર ને યાદ કરેલ હતા

Share This Article