રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ કોંગ્રેસમાં મોટો ભડકો: કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાજપામાં જોડાયા*
દાહોદ તા. ૨૪
દાહોદ શહેરમાં આજે રાજકીય માહોલ ગરમાયો હતો ત્યારે કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ દાહોદ મર્કન્ટાઈલ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુરતુઝાભાઈ શાયર પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણકારી નીતિઓથી પ્રેરાઈ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ જોડાયા હતા.
આ કાર્યક્રમ દાહોદના લોકપ્રિય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર અને દાહોદ શહેર ભાજપાના પ્રમુખ શ્રી અર્પિલ શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે દાહોદ નગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી ગુલશનભાઈ બચ્ચાણી, દાહોદ જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ રાજગોર તેમજ મોટી સંખ્યામાં ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો ભાજપામાં વધતો વિશ્વાસ એ સ્પષ્ટ દર્શાવે છે કે દાહોદ શહેરની જનતા હવે વિકાસ, સુશાસન અને વિશ્વાસની રાજનીતિને સમર્થન આપી રહી છે. ભાજપાના કાર્યોથી પ્રેરાઈને વિવિધ વર્ગના લોકો પક્ષ સાથે જોડાઈ રહ્યા છે, જે આવનારી દાહોદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપાને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે ભાજપા આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ભારતીય જનતા પાર્ટી “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના ધ્યેય સાથે કામ કરી રહી છે અને વિકાસના આ યજ્ઞમાં જોડાતા દરેક કાર્યકર્તાનું હાર્દિક સ્વાગત છે.
દાહોદ શહેરમાં કોંગ્રેસમાંથી ભાજપામાં થઈ રહેલા આવા જોડાણો દર્શાવે છે કે આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપાનો વિજય વધુ ભવ્ય બનવાનો છે અને દાહોદ શહેરમાં વિકાસની ગતિ વધુ તેજ બનશે.
