સુમિત વણઝારા, દાહોદ/રાહુલ ગારી, ધાનપુર
પિતા પર હુમલો કરનારને યમસદને પહોંચાડ્યો..
ધાનપુરના બોગડવામાં પિતાને દાતરડું મારનાર યુવકને પુત્ર-પુત્રી તેમજ વહુએ મળી મોતને ઘાટ ઉતાર્યો..
..પિતાના હાથે દાતરડું મારતા હાથે કપાઈ જતા દાતરડું મારનાર પુત્ર પુત્રી તેમજ વહુએ ભેગા મળી મોતને ઘાટ ઉતાર્યો…
..પોલીસે યુવકને મારનાર ત્રણેને ઝડપી પાડી તપાસ હાથ ધરી..
ધાનપુર તાલુકાના બોગડવા ગામે રહેતા એક ૩૫ વર્ષિય યુવકે ગામનાં એક એકને હાથે દાતરડું મારતાં આઘેડ ના પુત્ર તેમજ પુત્ર વધુ તેમજ પુત્રી એ મળી ને દાતરડું મારનાર યુવાનને પથ્થર તેમાંજ લાકડી મારી મોતને ઘાટ ઉતાર્યો પોલિસે ત્રણે હત્યારા ને ઝડપી પાડી પોલીસે જેલનાં સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લના ધાનપુર તાલુકાના બોગડવા ગામે રહેતા દિલીપભાઈ ઉર્ફે ટેટીયો પુરસીંગભાઇ પટેલ ઉંમર વર્ષ ૩૫ નાએ ગામના શંકરભાઈ માવસિંગ મીનામાંના પિતા મવસિંગ ભાઈને હાથમાં દાતરડું મારતા માવસીંગ ના હાથ કપાઈ ગયેલ અને તે લોહી લુહાણ થઈ જતાં આ માવસિગ ભાઈનો પુત્ર તેમજ શંકરની પત્ની શારદાબેન તેમજ માંવસીંગ ભાઈની પુત્રી લલિતા દોડી આવેલ અને તે વખતે પોતાના પિતાના હાથે દાતરડું વાગેલું જોઈ આવેસમાં આવી જતા પિતા માવસીગને દાતરડુ મારનાર દિલીપ ઉર્ફે ટેટીયો પટેલ ત્યાંથી ભાગવા જતા આ પુત્ર, પુત્રવધુ અને પુત્રીએ દિલીપને છુટ્ટા પથ્થરો તેમજ લાકડીથી માર મારેલ અને તે વખતે દિલીપને માથાના ભાગે પથ્થર વાગતા જમીન ઉપર પડી ગયેલ. ત્યારે આવેશમાં આવી ગયેલ શંકર મીનામાં એ કહેલ કે મારા પિતાને કેમ મારેલ છે તેમ કહી ત્રણેય પથ્થરો વડે તથા લાકડીઓથી મારતા જઈ કહેતા હતા કે આજે તો તને પૂરો કરી દેવાનો છે તેમ કહી તેને ધસડતા જઈ થોડી સુધી લઈ ગયેલ અને તે પછી આ શંકરએ એક મોટો પથ્થર દિલીપના માથાના પાછળના ભાગે મારી દેતા દિલીપ પટેલના માથામાંથી લોહી નીકળી ગયેલ અને તે બેભાન જેવો થઈ પડી ગયેલ તે વખતે આ દિલીપના કાકાનો છોકરો પ્રભાતભાઈ મડિયાભાઈ પટેલે બુમાબૂમ કરતા આસપાસના અન્ય પરિવારજનો દોડી આવતા શંકર મીનામા તેની પત્ની શારદા તેમજ લલિતા એમ ત્રણેય જણા ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ દિલીપને જઈને જોતા તેના માથાના ભાગેથી લોહી નીકળતું હતું અને શરીરે પણ ઓછી વધતા ઇજાઓ થયેલી હતી.
તે જોતા દિલીપ પટેલ મરણ ગયેલ હોય તેમ જણાતા આ બાબતે ગામના સરપંચ તેમજ અન્ય પરિવારજનોને જાણ કરતા બધા દોડી આવેલા અને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી પ્રભાત મડિયા પટેલએ (૧)
શંકર માવસિંગ મિનામા (૨)શારદા બેન શંકર મીનામા (૩) લલીતાબેન મુકેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે લાશનું સ્થળ પંચનામુ કરી લાશને પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી ત્રણે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.