રાહુલ ગારી, ધાનપુર
ધાનપુર પોલીસે કતવારા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ.સીબી બરંડા તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એડી સોલંકી ધાનપુર પોલીસ મથકના વિસ્તારમાં અન્ય પોલીસ મથકના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સીબી બરંડાને મળેલી બાતમીના આધારે કતવારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તો ફરતો આરોપી બળવંતભાઈ અનોપભાઈ હજારીયા પોતાના ઘરે ધાનપુર પીપોદરા હોવાની બાતમીના આધારે પોલીસે તેના ઘરે રેડ પાડે પકડી પાડી જેના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ ધાનપુર પોલીસને કતવારા પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી