જીગ્નેશ બારીયા :- દાહોદ
વાસનામાં કામાંધ બનેલા યુવકની શર્મનાક કરતુત…
ધાનપુરના રેયાવણ ગામે એક યુવકે તેના મિત્રની મદદથી લઘુશંકા કરવા ગયેલી પરણિત મહિલાની લાજ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઈ
દાહોદ તા.૦૩
ધાનપુર તાલુકાના રેયાવણ ગામે એક મહિલા નદીના વિસ્તારમાં લઘુશંકા માટે ગઈ હતી જ્યાં બે ઈસમો ત્યાં આવી મહિલાનો એકલતાનો લાભ લઈ બે પૈકી એકે પરણિત મહિલાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં અને તેના સાથી મિત્ર સાથ આપતાં આ સંબંધે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયાંનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકામાં રહેતી એક ૪૦ વર્ષીય પરણિત મહિલા ગત તા.૦૨જી મેના રોજ રેયાવણ ગામે આવેલ નદી વિસ્તારના કોતરમાં લઘુશંકા માટે ગઈ હતી ત્યાં રેયાવણ ગામે રહેતા શનાભાઈ નુરીયાભાઈ બામણીયા અને તેની સાથે અમરાભાઈ છગનભાઈ બામણીયા બંન્ને આ મહિલા પાસે આવ્યાં હતાં અને ઓચિંતી મહિલાને પાછળથી પકડી પાડી મહિલાને બેફામ ગાળો અને લાપટો, ઝાપટો મારી મારી નાંખવાની ધમકી આપી શનાભાઈ નુરીયાભાઈ બામણીયાએ પરણિત મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો.
આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરણિતાએ ધાનપુર પોલીસ મથકે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————————-