સૌરભ ગેલોત , દાહોદ
ધાનપુર તાલુકાના ઉમરીયા ગામે એકટીવા નું બેલેન્સ બગડતા પડી જવાથી ચાલકનું મોત.
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉમરીયા ગામે એક એક્ટીવા ટુ વ્હીલર ગાડીના ચાલકે એક્ટીવા ઘાસ અને પથ્થરોમાં ઘુસાડી દેતાં એક્ટીવા ટુ વ્હીલર ગાડીના ચાલકેન શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ ધાનપુર તાલુકાના મહુનળા ગામે પટેલ ફળિયામાં રહેતાં મડુભાઈ મોતીભાઈ તડવી પોતાના કબજાની એક્ટીવા ટુ વ્હીલર ગાડી લઈ ઉમરીયા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતાં તે સમયે એક્ટીવા ટુ વ્હીલર ગાડીની વધુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં એક્ટીવા ટુ વ્હીલર ગાડી નજીકમાં આવેલ ઘાસ અને પથ્થરોમાં ઘુસાડી દેતાં ગાડી પરથી ફંગોળાયેલ મડુભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે મરમેશભાઈ મડુભાઈ તડવીએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.