સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયત હોલમા આંગણવાડી તેડાગર માટે રસોઈ શો તાલીમનું આયોજન કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયત હોલમા આંગણવાડી તેડાગર માટે રસોઈ શો તાલીમનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ તા. ૨૭

 સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પોષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા હેતુસર તેડાગર બહેનો માટે વિશેષ “રસોઈ શો તાલીમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગ સિંગવડ 1 માં ફરજ બજાવતા CDPO ચૌહાણ ભગવતીબેન અને સિંગવડ 2 માં CDPO પરમાર પિન્કીબેન અને ICDS સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.

આ તાલીમમાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડી તેડાગર બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા તાલીમ દરમિયાન ગર્ભવતી માતાઓ, ધાત્રી માતાઓ અને ૬ મહિના થી ૬ વર્ષ સુધીના બાળકો માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર કેવી રીતે તૈયાર કરવો તેની પ્રાયોગિક માહિતી આપવામાં આવી

કાર્યક્રમમાં પોષણયુક્ત વાનગીઓ જેવી કે લાપસી, શાકભાજી ખીચડી, મગનો શીરો અને અન્ય સ્થાનિક પોષણયુક્ત વાનગીઓ બનાવવાની પ્રદર્શનાત્મક સમજણ આપવામાં આવી. સાથે સાથે ખોરાક બનાવતી વખતે સ્વચ્છતા ગુણવત્તા અને પ્રમાણનું મહત્વ સમજાવવામાં આવ્યું

Share This Article