Monday, 20/01/2025
Dark Mode

ધાનપુર તાલુકાના પાવ ગામે  દારૂ કટીંગ ના અડ્ડા પર પોલીસની દરોડાથી નાસભાગના દ્રશ્યો સર્જાયા:વિદેશી દારૂ તેમજ વાહનો મળી 5.60 લાખના મુદ્દામાલ સાથે બે ને ઝડપી જેલભેગા કર્યા…

September 7, 2022
        1192
ધાનપુર તાલુકાના પાવ ગામે  દારૂ કટીંગ ના અડ્ડા પર પોલીસની દરોડાથી નાસભાગના દ્રશ્યો સર્જાયા:વિદેશી દારૂ તેમજ વાહનો મળી 5.60 લાખના મુદ્દામાલ સાથે બે ને ઝડપી જેલભેગા કર્યા…

ધાનપુર તાલુકાના પાવ ગામે  દારૂ કટીંગ ના અડ્ડા પર પોલીસની દરોડાથી નાસભાગના દ્રશ્યો સર્જાયા..

વિદેશી દારૂ તેમજ વાહનો મળી 5.60 લાખના મુદ્દામાલ સાથે બે ને ઝડપી જેલભેગા કર્યા…

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી કરતાં સ્થળ પર પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં બુટેલગરોમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતા ત્યારે પોલીસે એક તુફાન ફોર વ્હીલર ગાડી અને એક બુલેટ ટુ વ્હીલર ગાડી કબજે કરી તુફાન ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૫૦,૩૪૧નો જથ્થો કબજે કરી વાહનો મળી કુલ રૂા. ૫,૬૦,૩૪૧નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

ગત તા.૦૬ સપ્ટેમ્બરના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે પાવ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી એક તુફાન ફોર વ્હીલર ગાડી તથા તેની પાછળ તુફાન ફોર વ્હીલર ગાડીની પાઈલોટીંગ કરી રહેલ એક બુલેટ ટુ વ્હીલર ગાડીનો ચાલક પસાર થઈ રહ્યો હતો. પોલીસને તેઓની ઉપર શંકા જતાં પોલીસે ગાડીઓ ઉભી રાખવાનો ઈશારો કરતાં ગાડીના ચાલકો પોલીસને જાેઈ ભાગવાનો પ્રયાસ કરતાં હતાં જેમાંથી પોલીસે ફોર વ્હીલર ગાડીમાં સવાર ચાલક અલ્કેશભાઈ બાબુભાઈ સંગોડ (રહે. ડુમકા, દુકાન ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ) અને તેની સાથેનો રાહુલભાઈ બાબુભાઈ પસાયા (રહે. રાછવા, ટાંકી ફળિયું, તા. ધાનપુર, જિ.દાહોદ) નાઓને પોલીસે તુફાન ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યાં હતાં ત્યારે બુલેટ ટુ વ્હીલર ગાડી પર સવાર વિનુભાઈ મગનભાઈ માવી અને કૌશલભાઈ મગનભાઈ માવી (બંન્ને. રહે. કૌટંબી, માવી ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ) નાઓ પોતાના કબજાની બુલેટ ટુ વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તુફાન ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૧૧૪૯ કિંમત રૂા. ૧,૫૦,૩૪૧ અને બંન્ને વાહનો તેમજ વિગેરે મુદ્દામાલની કિંમત મળી કુલ રૂા. ૫,૬૦,૩૪૧નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ધાનપુર પોલીસે આ સંબંધે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!