સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના સજોઇ ગામે છોકરીના નિકાલ મુદ્દે મારક હથિયારોથી સુસજ્જ 10 ઈસમોના ટોળાએ એક વ્યક્તિના ઘરે આવી ધીંગાણુ મચાવ્યું: એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ફટકાર્યા….
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજાેઈ ગામે છોકરીનો નિકાલ કરવા મામલે ૧૦ જેટલા ઈસમોના ટોળાએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી એક વ્યક્તિના ઘરે આવી એક મહિલા સહિત ત્રણ જણાને બેફામ ગાળો બોલી લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૩૧મી મેના રોજ સજાેઈ ગામે નિચવાસ ફળિયામાં રહેતાં નગરસિંહ તીતરીયાભાઈ, ધુળીયાભાઈ તીતરીયાભાઈ, બાબુભાઈ નગરસિંગભાઈ, દિનેશભાઈ નગરસિંહભાઈ, મુકેશભાઈ નગરસિંહભાઈ, રાજુભાઈ નગરસિંહભાઈ, ઈકેશભાઈ નગરાભાઈ, નરસુભાઈ મસુલાભાઈ, બચુભાઈ મડીયાભાઈ અને પ્રતાપભાઈ નાનજીભાઈ તમામ જાતે મોહનીયાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી ગામમાં રહેતાં નગસિંગભાઈ વાલીયાભાઈ ભુરીયાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો અમારી છોકરી લઈ ગયાં છો અને તેનો નિકલ કેમ નથી કરતાં આજે તો તમને જીવતાં નથી છોડવાના, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી નરસિંગભાઈ, શાન્તિબેન અને અરવિંદભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત નરસિંગભાઈ વાલીયાભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.