ધાનપુર તાલુકાના માંડવ ગામે ડાકણ હોવાના વહેમ રાખી ચાર ઇસમો નું મહિલા સહિત બે વ્યક્તિઓ પર હુમલો 

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

 

ધાનપુર તાલુકાના માંડવ ગામે ડાકણ હોવાના વહેમ રાખી ચાર ઇસમો નું મહિલા સહિત બે વ્યક્તિઓ પર હુમલો 

 

દાહોદ તા.28

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માંડવ ગામે એક મહિલા ઉપર સ્થાનિકો ડાકણ હોવાનો વહેમ રાખતા હતા.આવી શંકા રાખી મહિલા સહિત બે વ્યક્તિઓને ચાર ઈસમોએ મહિલાને ભેગા મળી લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે .

 

ધાનપુર તાલુકાના માંડવ ગામે ખેડા ફળિયામાં રહેતાં સુમલાભાઈ નરસુભાઈ તડવી , શનાભાઈ વેસ્તાભાઈ તડવી , અનિલભાઈ ખુમસીંગભાઈ તડવી અને કાજીભાઈ દલાભાઈ તડવી પોતાના ગામમાં રહેતાં એક મહિલાના ઘરે ધસી ગયા હતા.મહિલા ડાકણ હોવાના ખોટા શક , વહેમ રાખી બેફામ ગાળો બોલવા લાગ્યાં હતાં અને ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલા અને અમીતભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યુ હતું

 

 ઉપરોક્ત બનાવ સંબંધે ઈજાગ્રસ્ત મહિલાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Share This Article