જીગ્નેશ બારીયા :- દાહોદ
ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડો ઘરમાં પુરાયો, વન વિભાગની ટીમ દ્વારા મોડી સાંજે રેસ્કયુ હાથ ધરાયું
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામમાં દિપડો ઘુસી જતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દિપડો એક ઘરમાં ઘુસી જતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે વન વિભાગની ટીમને આ અંગેની જાણ કરાતાં દિપડાનું રેશ્ક્યું કરી પાંજરે પુરી દેવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના ગ્રામીણ અને વન વિસ્તારો તરફ દિપડાનો આતંક ફરી વધ્યો છે. બે – ત્રણ દિવસો અગાઉ એક ૦૩ માસના બાળકને ઓસરીમાં સુતેલ દંપતિ પાસેથી દિપડો ૦૩ માસના બાળકને ઉઠાવી ગયાં બાદ ૦૩ માસના બાળકને ફાડી ખાતા બાળકનું મોત નીપજ્યું ત્યારે આજે ધાનપુર તાલુકાના દુધામલી ગામે દિપડાએ દેખા દેતાં પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દિપડો એક ઘરમાં ઘુસી ગયો હતો. આ અંગેની જાણ નજીકના વન વિભાગને કરાતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. દિપડાને પાંજરે પુરવા માટે વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આખરે સાંજના સમયે દિપડાનું રેશ્ક્યું કરી પાંજરે પુરી દેવાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
————————