
જીગ્નેશ બારીયા, દાહોદ /કપિલ સાધુ:- સંજેલી
સંજેલીના ઢાલ સીમળ ગામે વીજળી પડતા એક મહીલાનું મોત
ડુગર ઉપર ઢોર છોડવા ગયેલ 40 વર્ષની મહીલા ઉપર વિજળી પડતા મોત થઈ
બનાવને લઇને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે એક મહિલા ઉપર વીજળી પડતાં ઘટના સ્થળ પરજ મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને ઘટના બાદ મહિલાના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો.
છેલ્લા બે દિવસથી દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં છે. મેઘરાજા વીજળીના કડાકા ધડાકા સાથે વરસી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લાના ઢાળસીમળ ગામે એક પરિવારમાં કરૂણાંતિકા છવાઈ ગઈ હતી. આજરો વરસતા વરસાદમાં ગામમાં રહેતી એક ૪૦ વર્ષીય મહિલા ડુંગર ઉપર બાંધેલ પશુઓ છોડવવા ગઈ હતી અને વરસતા વરસાદ વચ્ચે અચાનક આકાશી વીજળી પડતાં ૪૦ વર્ષીય મહિલાનું ઘટના સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું. મહિલાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો ત્યારે આ અંગેની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
———————————-