ધાનપુરના રાઇવા ગામે મારી પત્ની સાથે કેમ વાતો કરે છે તેમ કહી મારમારતાં ફરિયાદ

Editor Dahod Live
1 Min Read

સૌરભ ગેલોત :- દાહોદ લાઈવ યૂટ્યુબ એડિટર

ધાનપુરના રાઇવા ગામે મારી પત્ની સાથે કેમ વાતો કરે છે તેમ કહી મારમારતાં ફરિયાદ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા ગામે પોતાની પત્ની સાથે કેમ વાતો કરે છે તેમ કહી બે જેટલા ઈસમોએ એકને ગડદા પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. ગત તારીખ પમી માર્ચ ના રોજ ધાનપુર તાલુકાના નાનીમલુ અને આંબાકાચ ગામે રહેતા ઇશ્વરભાઇ માવી અને દિનેશભાઈ રસુલભાઈ પરમારનાઓ એકસંપ થઇ નાનીમલુ ગામે રહેતા કમલેશભાઈ દીપકભાઈ માવીને બેફામ ગાળો બોલી કહેવા લાગે કે,તું મારી બૈરી સાથે કેમ વાતો કરતો હતો તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ કમલેશભાઈને માથાના ભાગે પ્લાસ્ટીકની ખુરશી મારી બને જણાએ ભેગા મળી કમલેશભાઈને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સંબંધે ઇજાગ્રસ્ત કમલેશભાઈ દીપકભાઈ માવી દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article