Friday, 24/01/2025
Dark Mode

દે.બારિયાને નવો જિલ્લા બનાવવા ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આવેદન..

October 16, 2022
        617
દે.બારિયાને નવો જિલ્લા બનાવવા ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આવેદન..

ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા

દે.બારિયાને નવો જિલ્લા બનાવવા ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આવેદન..

દે.બારિયાને નવો જિલ્લા બનાવવા ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આવેદન..

દાહોદ, પંચમહાલ અને મહીસાગર કલેક્ટરને આવેદન આપ્યા

દે. બારીયા તા.16

દેવગઢ બારિયામાં ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા દેવગઢ બારિયાને નવો જિલ્લો બનાવવા માટે દાહોદ,પંચમહાલ અને મહીસાગરના કલેક્ટરને આવેદન આપ્ય આપ્યા હતાં. આવેદનમાં જણાવ્યુ હતું કે, દેવગઢ બારીઆ તાલુકો દાહોદ જિલ્લામાં આવેલ છે. જે દાહોદ જિલ્લાથી 55 કિ.મી. દૂર છે અને દેવગઢ બારિયાના આજુબાજુના ગામડા દાહોદથી 70 કિ.મી. અંતરીયાળ જંગલ વિસ્તારમાં આવેલ છે. તેથી દાહોદ જવા આવવા માટે એસ.ટી. બસની પૂરતી સુવિધા નથી. તેથી જનતા પારાવાર મુશ્કેલીઓનો સામનો અનુભવી રહી છે. આ સાથે ભીખાપુરા પાવી જેતપુર તાલુકામાં આવેલ છે.

છોટાઉદેપુરથી 60 કિ.મી. દૂર છે. તો દેવગઢ બારિયાને જિલ્લો બનાવવામાં આવે તો દેવગઢ બારિયા, ધાનપુર, સીંગવડ, રણધીકપુર, લીમખેડા, સંતરોડ, દામાવાવ, સાગાટાળા, ભીખાપુરા, પીપલોદનો તાલુકા તરીકે સમાવેશ થાય તેમ છે. દેવગઢ બારિયાને જિલ્લો બનાવવામાં આવે તો ઘણો વિકાસ થઈ શકે તેમ છે અને જનતાને રાહતનો અનુભવ થાય તેવું આવેદનમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!