ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
એસ.આર. હાઈસ્કૂલ દેવગઢ બારીયામાં નિવૃત શિક્ષક નો વિદાય સમારંભ અને પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ.
પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયાની એસ.આર. હાઈસ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કોમર્સ શિક્ષક તરીકે 31 વર્ષ સુધી ફરજ બજાવી વય નિવૃત્ત થઇ રહેલા મંગળ વલમા ભગોરાનો વિદાય સમારંભ યોજાઇ ગયો. જેમાં દેવગઢ બારીયાના રાજમાતા ઉર્વશી દેવી, દેવગઢ બારીયા કેળવણી મંડળના પ્રમુખ રાજવી તુષારસિંહ બાબા,મંડળના મંત્રી કિરીટ ચૌહાણ , અતુલ પટેલ, વિનુ મહેતા સહિત મંડળના હોદ્દેદારો, DEO ઓફીસ દાહોદના શિક્ષણ નિરીક્ષક કે.એચ. ચારેલ, પ્રિન્સિપાલ જે.જે.પટેલ, સ્ટાફગણ, વિદ્યાર્થીગણ અને પરિવારજનો ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થા દ્વારા અપાયેલ પ્રશસ્તિપત્રનું વાંચન ગજેન્દ્ર પરમારે કર્યુ હતુ. પુષ્પમાળા પહેરાવીને, પાઘડી બાંધીને, શાલ ઓઢાડીને, પુષ્પગુચ્છ, શ્રીફળ, ભેટ અર્પણ કરીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મંગળભાઈ ભગોરાએ ભીલી લોકબોલીમાં સ્વરચિત ગીત ગાઇને કર્મભૂમિ એસ.આર. હાઈસ્કૂલ,વિદ્યાર્થીઓ અને દેવગઢ બારીયા નગર પ્રતિ લાગણી અને ઋણ વ્યક્ત કર્યુ હતુ. આ પ્રસંગે મંગળભાઈ ભગોરા દ્વારા સંપાદિત પુસ્તક ” પ્રેરણામૃત ” નું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.