ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દે.બારિયા તાલુકાના પંચેલા ગામે ચેકડેમ પરથી પસાર થતાં ત્રણ વર્ષે બાળકનું પગ લપસતા મોત ને ભેટ્યો..
ચેકડેમ પરથી માતા પુત્ર પસાર થતા હતા તે સમયે બન્યો બનાવ..
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે આવેલ ચેક ડેમ પરથી માતા – પુત્ર પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સાડા ત્રણ વર્ષીય એક બાળકનો અકસ્માતે લપસી જતાં ચેકડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં બાળકનું ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૮મી ઓક્ટોમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના રામા જાસુડા ગામે રહેતાં રેખાબેન તથા તેમની સાથે તેમનો સાડા ત્રણ વર્ષીય પુત્ર જયદીપભાઈને સાથે રાખી પોતાના મામાના ઘરે પંચેલા ગામે જઈ રહ્યાં હતાં તે સમયે રસ્તામાં પંચેલા ગામે આવેલ ચેકડેમ પરથી ચાલતાં પસાર થતી વેળાએ સાડા ત્રણ વર્ષીય જયદીપભાઈ અકસ્માતે ચેકડેમમાં પડી જતાં જાેતજાેતામાં જયદીપભાઈ ચેકડેમના પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં અને ચેકડેમના પાણીમાં ડુબી જતાં જયદીપનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે રેખાબેને બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મૃતક જયદીપને ચેકડેમના પાણીમાંથી ભારે જહેમતના બાદ તપાસ આદરી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.
આ સંબંધે રેખાબેન અર્જુનભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.