Saturday, 01/10/2022
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી પોલીસે પીકપ માં લઇ જવાતો 60 હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો, ચાલક ફરાર

December 16, 2021
        2685
દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી પોલીસે પીકપ માં લઇ જવાતો 60 હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો, ચાલક ફરાર

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી પોલીસે પીકપ માં લઇ જવાતો 60 હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો, ચાલક ફરાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામેથી પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૬૦,૯૬૦ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ફોર વ્હીલર ગાડી કબજે કર્યાંનું જ્યારે પોલીસને જાેઈ પીકઅપ ફોર વ્હીલર ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૪મી ડિસેમ્બરના રોજ અંતેલા ગામે માળુ ફળિયામાં રહેતો ઈશ્વરભાઈ ભારૂભાઈ પટેલ પોતાના કબજાની પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ લઈ અંતેલા ગામેથી માળુ ફળિયામાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન પોલીસને જાેઈ ઈશ્વરભાઈ પોતાના કબજાની પીકઅપ ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૪૦૮ કિંમત રૂા. ૬૦,૯૬૦ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૧૦,૯૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં હતો.
આ સંબંધે પીપલોદ પોલીસે ઉપરોક્ત પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!