Monday, 22/12/2025
Dark Mode

દે.બારિયા એસ.ટી. ડેપોના વહીવટમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ કરાયા.!

December 13, 2025
        342
દે.બારિયા એસ.ટી. ડેપોના વહીવટમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ કરાયા.!

રિપોર્ટર:ઈરફાન મકરાણી-કલ્પેશ શાહ 

દે.બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ

ડી.ઇ.એફ., ઈંધણ સ્ટોક, IBC ટેન્ક માપણી અને રેકોર્ડિંગમાં મોટા ગોટાળા-વિભાગની અચાનક તપાસ પછી કાર્યવાહી

દાહોદ તા.૧૩

બારિયા એસ.ટી. ડેપોમાં ઈંધણ અને DEF સંબંધિત કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગ સખ્ત બની ગયું છે. ડેપો ખાતે કરવામાં આવેલી અચાનક તપાસ દરમિયાન પંપ પર દર્શાવાયેલા આંકડા, ટેન્કોની ક્ષમતા, સ્ટોક રજિસ્ટર અને ઉપલબ્ધ્તામાં મોટો તફાવત જોવા મળતાં વિભાગે શરૂઆતથી જ મામલે કડક વલણ અપનાવ્યું હતું. ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ નિર્ધારિત તારીખે સ્પષ્ટતા આપવામાં આવી નહોતી, અને જવાબો સંતોષકારક ન હોવાથી કાર્યવાહી અનિવાર્ય બની હતી. પરિણામે, વિભાગે તાત્કાલિક અસરથી ડેપો મેનેજર શાંતિલાલભાઈ આર. પટેલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. તપાસમાં પંપ પર દર્શાવાયેલા આંકડા અને ટેન્કોની વાસ્તવિક ક્ષમતા વચ્ચે બિનસમાનતા, DEF સ્ટોક અને વપરાશનો હિસાબ રેકોર્ડ સાથે મેળ ન ખાધો, IBC ટેન્કોની ક્ષમતા અને વપરાશમાં ગંભીર તફાવત સ્ટોક એન્ટ્રી, રેકોર્ડિંગ અને રિપોર્ટિંગમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વિભાગે પ્રાથમિક અહેવાલમાં જણાવ્યું કે ટેન્ક ક્ષમતા, વપરાશ અને સ્ટોક રિપોર્ટિંગની પ્રક્રિયામાં નિયમોનું પાલન જ થયું નથી, જેના કારણે પંપ સંચાલનમાં ગેરવ્યવસ્થા ફેલાઈ હતી. તમામ સ્ટોક રેકોર્ડ અને IBC ટેન્ક ક્ષમતાની પુનઃચકાસણી, પંપ સંચાલન પર કડક દેખરેખ, નિયમોના ઉલ્લંઘન સામે શૂન્ય સહનશીલતા નીતિ, ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા મજબૂત મોનિટરિંગ સિસ્ટમ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જરૂરી દસ્તાવેજો પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!