Saturday, 22/01/2022
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામેં લાકડા ભરેલી ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બે યુવકોનાં ઘટનાસ્થળે મોત, પરિવારમાં માતમ છવાયો

November 18, 2021
        1324
દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામેં લાકડા ભરેલી ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બે યુવકોનાં ઘટનાસ્થળે મોત, પરિવારમાં માતમ છવાયો

રાહુલ મહેતા દેવગઢ બારીયા / જીગ્નેશ બારીયા દાહોદ 

દે.બારિયા તાલુકાના ભુવાલ ગામેં લાકડા ભરેલી ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બે યુવકોનાં ઘટનાસ્થળે મોત, પરિવારમાં માતમ છવાયો

વાહન ચાલકોની ગફલત તેમજ પુરઝડપના લીધે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં તોતિંગ વધારો 

દાહોદ તા.18

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામએ ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નિપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.

ભુવાલ ગામેથી એક લાકડા ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી અને તે જ સમયે ત્યાંથી એક મોટરસાયકલ પર સવાર બે યુવકો પણ પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ટ્રક અને મોટરસાયકલ બંને સામસામે આવી જતા મોટરસાયકલ પર સવાર બંને યુવકો ટ્રક સાથે ધડાકાભેર અથડાતા મોટરસાયકલ પર સવાર બંને યુવકોને શરીર તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ બન્ને યુવકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ઘટનાની જાણ મૃતક યુવકોના પરિવારજનો તેમજ સ્વજનોની થતાં તેઓ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના સ્થળ પર જ કરુણાંતિકા છવાઈ ગઈ હતી ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યા હતા અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!