Thursday, 18/04/2024
Dark Mode

પ્રધાનમંત્રી આવાસ કે પાલિકા નો પાર્કિંગ સ્ટેન્ડ…??? પંડિત દિનદયાલ કોલોનીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ,ઝેરીલા જીવજંતુઓના આશ્રય સ્થાન વચ્ચે જીવન નિર્વાહ કરતા ગરીબોની નર્કાગાર જેવી પરિસ્થિતિ,ખંડેર મકાનો વેશ્યાવૃત્તિ માટે મોકળું મેદાન..

October 23, 2021
        2831
પ્રધાનમંત્રી આવાસ કે પાલિકા નો પાર્કિંગ સ્ટેન્ડ…??? પંડિત દિનદયાલ કોલોનીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ,ઝેરીલા જીવજંતુઓના આશ્રય સ્થાન વચ્ચે જીવન નિર્વાહ કરતા ગરીબોની નર્કાગાર જેવી પરિસ્થિતિ,ખંડેર મકાનો વેશ્યાવૃત્તિ માટે મોકળું મેદાન..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્રધાનમંત્રી આવાસોંની હાલત દયનીય: પ્રાથમિક સુવિધાના અભાવે નર્કાગાર જેવી પરિસ્થિતિ ભોગવવા મજબૂર પરિવારો

પ્રધાનમંત્રી આવાસ વસાહતમાં સાફ-સફાઈનો અભાવ,પાલિકાના વાહનોનો ખડકલો,આવાસોં કે પાલિકાનું પાર્કિંગ સ્ટેન્ડ..?? સળગતો સવાલ

પંડિત દિન દયાલ કોલોનીમાં સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રી દરમિયાન અંધારપટની પરિસ્થિતિ, નગરપાલિકાના સાધનો સંસાધનો, તેમજ અન્ય ભંગાર વાહનોમાં ઝાડી જાખરાઓ તેમજ ઝેરી જીવ-જંતુઓનું આશ્રયસ્થાન

પંડિત દિન દયાલ કોલોનીમાં પીવાના પાણીની સુવિધાના અભાવે અત્રે વસવાટ કરતા 150 ઉપરાંત પરિવારો એક જ બોર પર નિર્ભર, પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

પંડિત દિન દયાલ ઉપાધ્યાય કોલોનીના 480 આવાસોમાં કેટલાક ખાલી પડેલા મકાનોમાં અસામાજિક તત્વોનો અડ્ડો, ખંડેર બનેલા પાછળના આવાસોમાં વેશ્યાવૃત્તિ માટે મોકળું મેદાન

દાહોદ તા.૨૩

પંડિત દિન દયાલ ઉપાધ્યાય કોલોનીમાં પાલિકાના વાહનોનો ખડકલો

દાહોદ તાલુકાના રળીયાતી ગામે આવેલ પ્રધાનમંત્રી આવાસો એટલે કે, દાહોદ નગરપાલિકા પંડિત દિનયાલ ઉપાધ્યાય કોલોની ખખડધજ અને જર્જરીત હાલત સહિત આ આવાસો ખંડેર તરફ ધકેલાઈ રહ્યાં છે અને આ આવાસોમાં ગરીબ લોકો ભારે મુશ્કેલીઓ સાથે વસવાટ પણ કરી રહ્યાં છે. આવાસો આપી ગરીબોની જાણે ક્રુર મજાક કરાઈ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. ૪૮૦ આવાસો વચ્ચે માત્ર એકજ પાણીના બોર પર નિર્ભર કરે છે. આ આવાસોમાં અસહ્ય ગંદકી અને

 વસાહતમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા, રોગચાળા તેમજ સુવિધા માટે ઝઝૂમતા સ્થાનિકો 

કચરાએ પોતાનું સામ્રાજ્ય જમાવી રાખ્યું છે. નવાઈની વાત તો એ છે કે, આ આવાસોના વિસ્તારમાં પાલિકાના ખખડધજ વાહનો અને ભંગાર પડી રહ્યો છે. વધુમાં આ આવાસોમાં અને વિસ્તારમાં સ્ટ્રીટ લાઈના અભાવે રાત્રીના સમયે અંધારપટ છવાઈ જાય છે અને રાત્રીના સમયે અવર જવરમાં પણ લોકોમાં ભયનો માહોલ જાેવા મળે છે.

કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્રધાનમંત્રી આવાસોંની હાલત દયનીય: પ્રાથમિક સુવિધાના અભાવે નર્કાગાર જેવી પરિસ્થિતિ ભોગવવા મજબૂર પરિવારો

સરકાર દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે બનેલ દાહોદ તાલુકાના રળીયાતી ગામે આવેલ પ્રધાનમંત્રી આવાસોની કોલોની જેનું નામ આપવામાં આવ્યું છે દાહોદ નગરપાલિકા પંડિત દિનયાલ ઉપાધ્યાય કોલોની. આ કોલોનીમાં ૪૮૦ આવાસો આવેલ છે.જેમાં સરકાર દ્વારા કાચા મકાનો તેમજ વિસ્તારોમાં રહેતા શ્રમિકો તેમ જ અત્યંત ગરીબ કહેવાતા પરિવારોને ફાળવવામાં આવ્યા છે. જેમાં હાલ 150 ઉપરાંત પરિવાર વસવાટ કરે

ભંગાર પડેલા વાહનો તેમજ ઝાડી જાંખરાઓમાં વિષેલા નાગ, તેમજ જીવ જંતુઓના આશ્રયસ્થાન  

છે.આ આવાસોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. જર્જરીત અને જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના સામ્રાજ્ય વચ્ચે અહીં લોકો વસવાટ કરી રહ્યાં છે. સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે અત્રે વસવાટ કરતાં પરિવારો અત્યંત દયનિય તેમજ નર્કાગાર જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ વસાહતમાં સાફ-સફાઈનો અભાવ,પાલિકાના વાહનોનો ખડકલો,આવાસોં કે પાલિકાનું પાર્કિંગ સ્ટેન્ડ..?? સળગતો સવાલ

પંડિત દિનયાલ ઉપાધ્યાય કોલોનીમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ પાલિકાના સાફ સફાઈના ટ્રેક્ટરો, ડ્રેનેજ લાઈન સાફ કરવાના મશીનો,કચરા પેટીઓ તેમજ લાખ્ખો રૂપીયાનું વેક્યુમ મશીન ભંગાર હાલતમાં આ વિસ્તારમાં પટકી દેવામાં આવ્યો છે.જાણે આ આવાસોની જગ્યાને માત્રને માત્ર ભંગાર ભેગો કરવા બનાવવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

પંડિત દિન દયાલ કોલોનીમાં સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રી દરમિયાન અંધારપટની પરિસ્થિતિ, નગરપાલિકાના સાધનો સંસાધનો, તેમજ અન્ય ભંગાર વાહનોમાં ઝાડી જાખરાઓ તેમજ ઝેરી જીવ-જંતુઓનું આશ્રયસ્થાન

પ્રધાનમંત્રી આવાસ પરિસરમાં અત્યંત ઝેરી ગણાતા કોબરા નાગ નો રેસ્ક્યુના દ્રશ્યો 

વાત કરીએ અ સુવિધાની તો પ્રધાનમંત્રી આવાસોમાં સ્ટ્રીટ લાઈનો પણ અભાવ છે. અહીંના લોકોના જણાવ્યાં અનુસાર, નોકરી, ધંધા પરથી રાત્રે ઘણીવાર મોડુ થઈ જતું હોય છે અને રાત્રીના સમયે અહીં સ્ટ્રીટ લાઈના અભાવે અંધારપટ વચ્ચે ડરના માહોલ સાથે પસાર થવું પડે છે.પાલિકા દ્વારા સાફ-સફાઈ ના સાધનો, સંસાધનો, નવી કચરાપેટીઓ, ટ્રેક્ટરો, કચરા કલેકશન ગાડીઓ, વૃક્ષો વાવવાના ભૂંગળા તેમજ છોડો,સહિતની સાધનસામગ્રીઓ લાંબા સમયથી ખુલ્લામાં ફેંકી દેવાતા વાહનો તેમજ ઝાડી જાખરા ભંગાર વાહનો તેમજ

 લાખો રૂપિયાના ખર્ચે વસાવેલું વેક્યુમ મશીન ભંગારમાં મૂકી દેવાયો

પાઇપો માં ઝેરી સર્પો, તેમજ વિષેલા જીવજંતુઓનો આશ્રયસ્થાન બની જવા પામેલ છે. આ વિસ્તારમાં રાત્રી તો છોડો દિવસ દરમિયાન પણ નાના બાળકો ની પાછળ કોબરા નાગ જેવા સરખો ખુલ્લામાં ફરતા જોવાતા અહીંયાના લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. જો દિવસમાં આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ હોય તો રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઇટના અભાવે અંધાર પટ માં લોકો કઈ રીતે પોતાનો

પંડિત દિન દયાલ કોલોનીના પરિસરમાં નવીન કચરાપેટીઓનો ઢગલો… વિતરણ ક્યારે..??

જીવ બચાવી જીવન નિર્માણ કરવા મજબૂર બન્યા છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

પંડિત દિન દયાલ કોલોનીમાં પીવાના પાણીની સુવિધાના અભાવે અત્રે વસવાટ કરતા 150 ઉપરાંત પરિવારો એક જ બોર પર નિર્ભર, પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

પંડિત દિન દયાલ ઉપાધ્યાય કોલોનીમાં સ્થાનિકોમાં જણાવ્યા અનુસાર 480 આવાસોં ધરાવતી આ કોલોનીમાં 150 ઉપરાંત પરિવારો વસવાટ કરે છે. જેમાં પીવાના પાણીની અભાવે અહીંયાના લોકો એક જ બોર પર નિર્ભર છે. કેટલીકવાર અવિરત ચાલતા આ બોરમાં યાંત્રિક ખામી કે અન્ય કોઇ ખામી સર્જાય તો અહીંયાના લોકો ફંડ ભેગું કરી

નગર ને હરિયાળું બનાવવા માટે લગાવવામાં આવેલા વૃક્ષો તેમજ પાઇપો છેલ્લા બે વર્ષથી ધૂળ ખાય છે 

સ્વખર્ચે બોર રિપેર કરાવી પોતાનો જીવનનિર્વાહ કરે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રાથમિક સુવિધાઓ માટે લાગતા વળગતા તંત્ર તેમજ આગેવાનો અને અનેકવાર રજૂઆત કરવા છતાંય ફક્ત અને ફક્ત આશ્વાસન જ મળે છે. પરંતુ આજદિન સુધી કોઈએ પણ સમસ્યાનો સમાધાન કરવામાં રસ દાખવ્યો નથી. જેના પગલે અહીંના લોકો નર્કાગાર જેવી પરિસ્થિતિ ભોગવવા મજબૂર બન્યા છે.

પંડિત દિન દયાલ ઉપાધ્યાય કોલોનીના 480 આવાસોમાં કેટલાક ખાલી પડેલા મકાનોમાં અસામાજિક તત્વોનો અડ્ડો, ખંડેર બનેલા પાછળના આવાસોમાં વેશ્યાવૃત્તિ માટે મોકળું મેદાન

સૌથી ચોંકાવનારી માહિતી એ મળી છે કે, આ પ્રધાનમંત્રી આવાસોમાં કેટલાંક આવાસો ખાલી રહેતાં અસામાજીક તત્વોએ પોતાનો અડ્ડો જમાવી રાખ્યો છે સાથે સાથે વેશ્યાવૃતિ જેવી પ્રવૃતિઓને પણ આ આવાસોમાં મોકળું મેદાન મળ્યું હોય તેમ કહેવાઈ રહ્યું છે.ત્યારે સ્થાનિક મહિલાઓ ના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે તો ઠીક દિવસ દરમિયાન પણ ખંડેર તેમજ ખાલી પડેલા આવાસોમાં ઓ સામાજિક તત્વો તેમજ વેશ્યાવૃતિ જેવી પ્રવૃતિઓ બિન્દાસ્તપણે ચાલે છે. જે એક ગંભીર બાબત છે.

સાફ સફાઈ માટે વસાવેલી કચરાની ટ્રોલીઓ પણ અહીંયા મૂકી દેવાઈ 

કાચા મકાનોમાંથી સપનાના આવાસોમાં રહેવા આવનાર શ્રમિકો તેમજ લાભાર્થીઓ નર્કાગાર જેવી પરિસ્થિતી ભોગવવા મજબુર બન્યાં છે. સ્થાનીક વહીવટી તંત્ર તેમજ સલંગ્ન વિભાગોમાં અહીંના લાભાર્થીઓ દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાંય કોઈ પ્રકારની યોગ્ય કામગીરી અત્યાર સુધી કરવામાં આવી ન હોવાના પણ અહીંના રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.

પાલિકા દ્વારા વિવિધ ગ્રાંટ હેઠળ ફાળવેલી નવીન સાધન સામગ્રીઓ, તેમજ સંસાધનો ખુલ્લામાં મુકી દેવાતા આશ્ચર્ય, વિતરણ બાકી  ક્યાંકને ક્યાંક ખાઈકીનો ખેલ…???

પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોલોનીમાં કચરા કલેકશનની ગાડીઓ ટ્રેક્ટરો, ડ્રેનેજ સાફ કરવાના મશીનો ઉપરાંત સાફ-સફાઈ માટેની નવી ટ્રોલીઓ, નવી લોખંડની કચરાપેટીઓ , દાહોદ ને હરિયાળું બનાવવાના મોટી સંખ્યામાં છેલ્લા બે વર્ષથી પડેલા છોડ તેમજ પાઇપો ઉપરાંત લાખો રૂપિયાનું વેક્યુમ મશીન સહિતના સાધનો સંસાધનો વિતરણ અથવા ફાળવવાની જગ્યાએ ખુલ્લી જગ્યામાં ભંગાર થવા માટે મુકી દેવાતા આશ્ચર્યની સાથે ઘણા બધા સવાલો ઊભા કરે છે. શું

 પ્રધાનમંત્રી આવાસના હોલમાં કચરો ભરી દેવાયો, રોગચાળાનું જોખમ 

આશા સાધનસામગ્રી વચ્ચે ખુલ્લાં મૂકી દેવાઇ છે.તે એક ગરમી ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે. તે એક સળગતો સવાલ છે. ખેર જે પણ હોય પ્રધાનમંત્રી આવાસ માં વસવાટ કરતા લોકોના હિતો અને સુખાકારી ને ધ્યાને લઇ સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પાલિકા લગતી કામગીરી કરે તેવી આ વિસ્તારના 150 ઉપરાંત પરિવારોની લાગણી તેમ જ માંગણી છે.તેમજ વિવિધ યોજના અંતર્ગત થયેલા સાધનો સંસાધનો ભંગારમાં ખરાબ કરવાની જગ્યાએ શહેરીજનોના લાભાર્થે યોગ્ય જગ્યાએ વપરાય તેવું જનમત હાલના તબક્કે લોકમાનસમાં પ્રવર્તી રહ્યો છે

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!