více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

કાલિતળાઈ પાસે આવેલ જમીનમાં NA ના નકલી હુકમ સંદર્ભે.. દાહોદમાં બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં APMC ના ડાયરેક્ટર ની ધરપકડ કરતી પોલિસ..

Editor Dahod Live
3 Min Read
oplus_2

રાજેશ વસાવે :- દાહોદ 

કાલિતળાઈ પાસે આવેલ જમીનમાં NA ના નકલી હુકમ સંદર્ભે..

દાહોદમાં બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં APMC ના ડાયરેક્ટર ની ધરપકડ કરતી પોલિસ..

દાહોદ તા. 05

 દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આજરોજ દાહોદ પોલીસે APMC ના ડાયરેક્ટરની ધરપકડ કરી જેલભેગો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉપરોક્ત APMC ના ડાયરેક્ટર દ્વારા કાળી તળાઈ નજીક આવેલી જમીનમાં NA ના બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી જમીન કૌભાંડ આચર્યાં હોવાના પ્રકરણમાં અટકાયત કરી વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ઉપરોક્ત એપીએમસીના ડાયરેક્ટરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતો જમીન કૌભાંડ જેમાં NA તેમજ 73 AA ના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી એક તરફ સરકારના પ્રીમિયમની ચોરી કરી હતી તો બીજી તરફ ઉપરોક્ત જમીનોનો વેચાણ કરી મોટાભાગના ઈસમોને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના આ પૂર્વ આયોજિત કાવતરામાં અત્યાર સુધીમાં નોંધાયેલી ચાર ફરિયાદોમાં કુલ 112 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ થયા છે. તેમજ આ લોકોની ધરપકડ કરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે.ત્યારે ઉપરોક્ત જમીન કૌભાંડમાં શંકાસ્પદ તરીકે જાહેર થયેલા સર્વે નંબરોમાં હાલ પોલીસ દ્વારા નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે તે અરસામાં દાહોદ પોલીસે એપીએમસીના ડાયરેક્ટર નિલેશ બળદવાલની ગઈકાલે ધરપકડ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઉપરોક્ત એપીએમસીના ડાયરેક્ટર દ્વારા દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક આવેલી પ્રેમીનું સર્વે નંબર 31/10 માં બોગસ NA ના હુકમના આધારે ખોટી એન્ટ્રી બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.જોકે આ જમીન પ્રકરણમાં ધરપકડ કરાયેલા નિલેશ બળદવાલ રિમાન્ડ દરમિયાન કેવા ખુલાસા કરે છે તે જોવું રહ્યું..

*કાલીતળાઈ નજીક આવેલી જમીન APMC જોડે સોદો થયો હોવાની ચર્ચાઓ..*

નકલી NA પ્રકરણમાં વિવાદમાં આવેલી જમીન હાલ એપીએમસીના ડાયરેક્ટર નીલેશ ગંભીરસિંહ બળદવાલના નામે ચાલી રહી છે.જોકે આ જમીન ઉપરોક્ત ઉપરોક્ત નિલેશ બળદવાલ દ્વારા એપીએમસી જોડે વેચાણ કરી દીધું હોવાનું સામે આવી છે પરંતુ અત્યાર સુધી તેના નામે દસ્તાવેજ કર્યું નથી. ત્યારે હવે નકલી NA પ્રકરણમાં વિવાદમાં આવેલી આ જમીનનો તાર એપીએમસી સાથે જોડાઈ જતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યો છે.

*ઉપરોક્ત વિવાદિત જમીનમાં ક્ષેત્રફળ વધારે થયો હોવાથી કલેક્ટરમાં RTS ચાલી રહ્યો છે.

કાલીતળાઈ નજીક આવેલી રેવન્યુ સર્વે નંબર 31 / 10 વાળી આ જમીન નો મૂળ ક્ષેત્રફળ પાંચ હેક્ટર હતું.પરંતુ 2009માં મામલતદારના આદેશથી આ જમીનનું ક્ષેત્રફળ 10 હેક્ટર થઈ જતા ઉપરોક્ત જમીન વિવાદમાં આવી હતી.જે બાદ ઉપરોક્ત જમીનમાં મૂળ માલિકો કલેક્ટરમાં ગયા હતા. તો બીજી તરફ એપીએમસી જોડે આ જમીનનો સોદો થતા આ જમીન વિવાદમાં આવી હતી. જોકે એપીએમસી સરકારી સંસ્થા હોવાથી આ મામલો કલેક્ટરાય કચેરીમાં પહોંચતા RTS પેન્ડિંગ ચાલી રહ્યું છે. જોકે આ મામલે મૂળ ખેડૂતોની અરજી સંદર્ભે લઈ તારીખ 25 જુલાઈ 2024 ના રોજ કલેકટરશ્રીએ અરજદારની મનાઈ અરજી મંજુર કરી આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી રેકર્ડ યથાવત પરિસ્થિતિ એ જાળવી રાખવા હુકમ કરવામાં આવ્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard