Thursday, 11/08/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના ની એન્ટ્રી:આજે 1 કેસ મળી કુલ 5 એક્ટિવ કેસો નોંધાયા..

July 1, 2022
        253
દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના ની એન્ટ્રી:આજે 1 કેસ મળી કુલ 5 એક્ટિવ કેસો નોંધાયા..

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના ની એન્ટ્રી:આજે 1 કેસ મળી કુલ 5 એક્ટિવ કેસો નોંધાયા..

 

 

દાહોદ તા.૦૧

 

દાહોદ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. ૧ કેસ પોઝીટીવ દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યો છે. આમ દાહોદ જિલ્લામાં કોરોનાનો એક્ટીવ કેસનો કુલ આંકડો ૫ને પાર થઈ ગયો છે.

 

દાહોદ જિલ્લામાં કોરોનાએ દસ્તક દેતાં લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે ત્યારે અગાઉ એક સાથે ચાર કેસ પોઝીટીવ આવી ચુક્યાં હતાં તે ચાર કેસ પૈકી દાહોદ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આ પહેલા કોરોના પોઝીટીવ આવી ચુક્યાં હતાં અને હવે ફરીવાર તેઓનો કોરોના રિપોર્ટ કરાવતાં રેપીટ ટેસ્ટમાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. જિલ્લા પંચાયતમાં કોરોનાએ દસ્તક દેતાં જિલ્લા પંચાયત ભવનમાં અધિકારીથી લઈ કર્મચારીઓમાં ફરજીયાત માસ્ક પહેરવાનું શરૂં કરી દીધું છે. આજનો એક પોઝીટીવ કેસ દાહોદ અર્બનમાંથી સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૮૫૩૨ને પાર થઈ ગયો છે. એક્ટીવ કેસની સંખ્યા ૫ રહેવા પામી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!