દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત… દાહોદ તાલુકાના ખંગેલા ઇન્દોર -અમદાવાદ હાઇવે પર ફોરવીલ ગાડીએ મોટરસાઈકલને અડફેટે એક મહિલાનું મોત :અન્ય બે લોકો ઈજાગ્રસ્ત… 

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત… દાહોદ તાલુકાના ખંગેલા ઇન્દોર -અમદાવાદ હાઇવે પર ફોરવીલ ગાડીએ મોટરસાઈકલને અડફેટે એક મહિલાનું મોત :અન્ય બે લોકો ઈજાગ્રસ્ત 

દાહોદ તા.૨૫

દાહોદ તાલુકાના ખંગેલા ગામે હાઈવે એક ટાટા ઈન્ડિગો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મોટરસાઈકલ સવાર એક મહિલા સહિત બે જણાને અડફેટમાં લેતાં પાછળ બેઠેલ મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના તણસીયા ગામે નિશાળ ફળિયામાં રહેતાં રાકેશભાઈ કાળુભાઈ મછાર તથા તેમની પાછળ મંગીબેન અજયભાઈ મછાર બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ખંગેલા ગામેથી ખારકુવા ક્રોસીંગ પાસે હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક ટાટા ઈન્ડિગો ફોર વ્હીલર ગાડીના ચાલકે રાકેશભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં રાકેશભાઈ અને તેમની પાછળ બેઠેલ મંગીબેનને જમીન પર ફંગોળાયા હતાં જેને પગલે મંગીબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે રાકેશભાઈ કાળુભાઈ મછારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

————————–

Share This Article