Saturday, 20/04/2024
Dark Mode

ફતેપુરા:આવાસ માટે ફાળવેલી જમીનમાં અનઅધિકૃત રીતે બાંધેલી દુકાનોને ગ્રામ પંચાયતે સીલ કરી …

May 25, 2021
        883
ફતેપુરા:આવાસ માટે ફાળવેલી જમીનમાં અનઅધિકૃત રીતે બાંધેલી દુકાનોને ગ્રામ પંચાયતે સીલ કરી …

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા મકાનના બાંધકામ માટે આપેલ જમીન પર અનઅધિકૃત રીતે દુકાનનું બાંધકામ કરતા દુકાને સીલ કરવામાં આવી

ગ્રામ પંચાયત દ્વારા ઘરવિહોણા માટે મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપી ખુલાસો પૂછવા છતાં કોઇપણ જાતનો જવાબ આપવામાં આવેલ નથી

વર્ષોથી દુકાન બનાવી પેટા ભાડે આપતા ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનો સીલ કરવામાં આવી

 

ફતેપુરા તા.25

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા ઘરવિહોણા ઈસમને જમીન મકાનના બાંધકામ માટે આપેલ હતી.આ ઈસમ દ્વારા મકાન બાંધવાના બદલે દુકાનોનું બાંધકામ કરી આ દુકાનો પેટા ભાડે આપતા ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનો સીલ કરવામાં આવતા ફતેપુરા નગરમાં હડકંપ મચી જવા પામેલ છે.ફતેપુરા નગરના પોલીસ સ્ટેશન રોડ પર ડબગર વાસના નાકાપર આવેલ ગ્રામ પંચાયતની જમીન વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા ઘર વિહોણા ઈસમને મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી કરવામાં આવેલ હતી.પરંતુ ઘર વિહોણા ઈસમ દ્વારા આ જમીન પર મકાનનું બાંધકામ નહીં કરે દુકાનો નું બાંધકામ કરી આ દુકાનો અન્યાય ઇસમોને પેટા ભાડે આપતા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારી ખુલાસો પુછવામાં આવતા આ ઈસમ દ્વારા કોઈપણ પ્રકારનો નોટિસનો જવાબ નહીં આપી ગ્રામ પંચાયતના કરારનું ઉલ્લંઘન કરતા મકાનના બાંધકામ માટે આપેલ જમીન પર દુકાન નું બાંધકામ કરી અન્ય ઇસમોને દુકાનો પેટા ભાડે આપતા ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનો સીલ કરી દેવામાં આવતા ફતેપુરા નગરમાં હડકંપ મચી જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!