
રાજેશ વસાવે, દાહોદ
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પાંચ ઈસમોએ જમીન સંબંધી બાબતે એક વ્યક્તિને રોકી ઢોર માર માર્યો
દાહોદ તા.૧૪
દાહોદ શહેરના અમદાવાદ – ઈન્દૌર હાઈવે રોડ પર પાંચ જેટલા ઈસમોએ એક જણાને રસ્તામાં રોકી જમીન સંબંધી મામલે ઝઘડો તકરાર કરી પ્લાસ્ટીકની અને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવા પામી છે.
ગત તા.૧૩મી જુનના રોજ દાહોદ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતાં સાહીદભાઈ સુલેમાનભાઈ પટેલ દાહોદ શહેરના ઈઅમદાવાદ – ઈન્દૌર હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં રજાક અહેમદસફી દલાલ, મુસા એહમદસફી દલાલ, જુલ્ફીકાર રજાકભાઈ દલાલ, ઈમરાન રજાકભાઈ દલાલ અને સોહીલ યુનુસ છીતલ (તમામ રહે. ઘાંચીવાડ, દાહોદ) નાઓએ સાહીદભાઈને બેફામ ગાળો બોલી જમીનના ભાગ બાબતે કોર્ટમાં દાવો ચાલતો હોઈ જે બાબતે સાહીદભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તે કેમ અમારા બાબ દાદાની જમીન માટે કેસ કરેલ છે, આ જમીન તારા બાપની નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સાહીદભાઈને પ્લાસ્ટીક અને લોખંડની પાઈપ વડે માર મારી અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સાહીદભાઈ સુલેમાનભાઈ પટેલ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.