
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના મલવાસી ગામની 24 વર્ષીય પરિણીતાને દહેજ અંગે ની માંગણી કરી ત્રાસ ગુજારતા પરણિતાની પોલીસમાં રાવ.
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મલવાસી ગામની પરણિતા દ્વારા પતિ તથા સાસરીયાઓના ત્રાસથી વાજ આવી અને સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરતાં પરણિતા દ્વારા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મલવાસી ગામે તળાવ ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય પરણિતા રેખાબેન મહેશભાઈ રાવતના લગ્ન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે ખોબરા ફળિયામાં રહેતાં મહેશભાઈ વાલસીંગભાઈ માવી સાથે તા. ૦૨.૦૬૨૦૧૬ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નનના થોડા સમય સુધી પરણિતા રેખાબેનને પતિ તથા સાસરીપક્ષના વાલસીંગભાઈ તાસસીંગભાઈ માવી અને સવિતાબેન વાલસીંગભાઈ માવી દ્વારા સારૂં રાખ્યાં બાદ પોત પ્રકાશ્યું હતું અને દહેજની માંગણી કરી અવાર નવાર પરણિતા રેખાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી પરણિતા રેખાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં આ સંબંધે પરણિતા રેખાબેન મહેશભાઈ રાવત દ્વારા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.