
સુમિત વણઝારા
દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બે બાઈકો વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એકનું મોત:એક ઇજાગ્રસ્ત
દાહોદ તા.03
દાહોદ તાલુકાના કાલીતળાઈ ગામે હાઇવે ઉપર બે મોટર સાઇક્લ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક વ્યકિતનું મોત નીપજ્યું છે. ત્યારે અન્ય એકને ઈજાઓ પહોંચ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ખજૂરી પટેલ ફળિયાના રહેવાસી મુકેશભાઈ પોતાના કબ્જાની GJ-23-BJ-3335 નંબરની મોટર સાઇક્લ લઈ દાહોદ ખાતે કોઈ કામ અર્થે આવ્યા હતા.અને પરત ફરતી વેળાએ દાહોદ તાલુકાના કાળી તળાઈ પાસે હાઇવે પર સામેથી GJ-20-BA-0480 નંબરના મોટર સાઇક્લ ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે હંકારી લાવી મિતેશ ભાઈની મોટર સાઇકલને જોશભેર ટક્કર મારતા બન્ને બાઈક ચાલકો જમીન પર પટકાતા નિતેશ ભાઈને જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું.જયારે મોટર સાઇક્લ ચાલકને ઈજાઓ પહોંચતા તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે દાહોદ તાલુકાના ખજૂરી ગામના બચું કાનજી મકવાણાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો હતો.