
સુમિત વણઝારા
દાહોદમાં આઈ. સી. આઈ. સી. આઈ.પ્રોડેનશલ લાઈફ ઇન્સ્યોરેન્સ કંપનીના કર્મચારીઓએ પાંચ ભેજાબાજો સાથે મળી વીમામાં ખોટી માહિતી દર્શાવવી છેતરપિંડી કરી..
દાહોદ તા.25
દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં આઈ.સી.આઈ.સી.આઈ. પ્રોડેશ્યીયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતાં મહિલા સહિત ત્રણ એડવાઈઝરો દ્વારા દાહોદ શહેરમાં રહેતાં પાંચ વ્યક્તિઓ સાથે મળી વીમાની પોલીસી લેનાર વ્યક્તિ બીમાર હોવા છતાં તે બાબતની જાણ કંપનીને નહીં કરતાં અને પોલીસી હોલ્ડની ખોટી માહિતી દર્શાવતાં અને પોતાનો સામાન્ય ઈરોદા પાર પાડવા માટે ગુન્હાહિત કાવતરૂ રચતાં આ અંગેની જાણ કંપની મુખ્ય હેડ ઓફિસરને થઈ જતાં સમગ્ર મામલે આઈ.સી.આઈ.સી.આઈ. પ્રોડેશ્યીયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના એડવાઈઝર સહિત ૭ ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંતોષ ભમ્મરસિંહ સિસોસદીયા (રહે. ગલાલીયાવાડ, દ્રષ્ટિનેત્રાલય પાસે, દાહોદ), નરેન્દ્રભાઈ અશોકભાઈ ગેહલોત (રહે. ગોધરા રોજ, સાંસીવાડ, દાહોદ), ધરમસિંહ રમણલાલ સાંસી (રહે. ગોધરા રોડ, સાંસાવાડ, દાહોદ), રમેશભાઈ દલીયાભાઈ ડાંગી (રહે. દાહોદ, તળાવ ફળિયા), આઈ.સી.આઈ.સી.આઈ. પ્રોડેશ્યીયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં એડવાઈઝર તરીકે ફરજ બજાવતાં પ્રકાશભાઈ કાલીદાસ સોલંકી (રહે. અમદાવાદ), ખ્યાતી પ્રશાંત મહેતા (રહે. અમદાવાદ) અને તૃપ્તીબેન જાબુઆ (રહે. ભાવનગર) આ સાતેય જણાએ એકબીજાના મેળાપીપળામાં આઈ.સી.આઈ.સી.આઈ. પ્રોડેશ્યીયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના વિમા ઉઘરાવતી વખતે સંતોષભાઈ, નરેન્દ્રભાઈ, ધરમસિંહ અને રમેશભાઈનાઓએ બીમાર હોવા છતાંય તે બાબતની કંપનીના એડવાઈઝર પ્રકાશભાઈષ ખ્યાતીબેન અને તૃપ્તીબેન જાણતાં હોવા છતાંય પોલીસી હોલ્ડરની માહિતી ખોટી કંપનીને બતાવી અને ભરી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુન્હાહિત કાવતરૂં રચી વિમો ઉતારી દઈ કંપની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ અંગેની જાણ આઈ.સી.આઈ.સી.આઈ. પ્રોડેશ્યીયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતાં રણજીત રતનાકર શેહી (રહે. વડોદરા) ને થતાં તેઓએ ઉપરોક્ત સાતેય ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.