Thursday, 25/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના દૂધિયા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીનું કમકમાટી ભર્યુ મોત:અન્ય બે ઇજાગ્રસ્ત..

April 24, 2022
        1278
લીમખેડા તાલુકાના દૂધિયા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીનું કમકમાટી ભર્યુ મોત:અન્ય બે ઇજાગ્રસ્ત..

રાજેશ વસાવે :- દાહોદ/કલ્પેશ શાહ :- સીંગવડ

લીમખેડા તાલુકાના દૂધિયા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીનું કમકમાટી ભર્યુ મોત: અન્ય બે થી ત્રણ ઇજાગ્રસ્ત..

 માર્ગ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલાયા..

 મધ્યપ્રદેશના થાનદલા તાલુકાના પરિવારને લીમખેડા નજીક નડ્યો અકસ્માત: પરિવારજનોમાં આક્રંદ..

દાહોદ/સીંગવડ તા.24

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને તેની બે વર્ષીય બાળકીનું ઘટના સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું . જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .

પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના દૂધિયા નજીક હાઈવે પરથી એક ટ્રક અને કાર પસાર થઈ રહ્યા હતા.તે સમયે બંને વાહનો અથડાતા અકસ્માત થયો હતો . જેમાં કારનો કચ્ચણઘાણ થઈ ગયો હતો . આ અકસ્માતમાં મધ્યપ્રદેશના થાંદલા નજીક રહેતા એક પરિવારની કારમાં સવાર કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી . જેને પગલે થાંદલા તાલુકામાં રહેતા 29 વર્ષીય પ્રેમીલાબેન કાળુભાઈ ડામોર અને બે વર્ષીય નયનાબેન કાળુભાઈ ડામોર એમ બંને માતા – પુત્રીને શરીરે તેમજ હાથે – પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જોકે આ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો . આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!