
સુમિત વણઝારા
દાહોદમાં બે ભેજાબાજોએ ગોડાઉનમાં ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉનનું તાળું ખોલી ટાઇલ્સની 41 પેટીઓ ચોરી ફરાર થયાં..
દાહોદ તા.23
દાહોદ શહેરના જુના ઇન્દોર રોડ પર ટાઇલ્સની દુકાનમાં કામ કરતા કામદારે તેના મિત્રની મદદથી ડુપ્લીકેટ ચાવી વડે ગોડાઉન નું તાળું ખોલી ગોડાઉન માંથી 19.680 રૂપિયાની ટાઈલ્સની પેટીઓની ફોર વહીલર ગાડીમાં ભરી ઉઠાંતરી કરી ભાગી ગયા નું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના જુના ઇન્દોર રોડ પર આવેલા મારુતિ ટ્રેડર્સ માં કામ કરતા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મનુભાઈ સોમાભાઈ બારીયા એ તેના મિત્રની મદદ લઈ ડુપ્લીકેટ ચાવી બનાવડાવી જુના ઇન્દોર રોડ પર આવેલા મારૂતિ ટ્રેડર્સના ગોડાઉનનું તાળું ખોલી તેમાંથી 19,680 રૂપિયાની 41 પેટીઓ ફોર વહીલર ગાડીમાં ભરી ચોરીને લઈ ગયા હતા ત્યારે
ઉપરોક્ત બનાવ સંદર્ભે દાહોદ શહેરના દોલતગંજ બજાર ખાતેના રહેવાસી નીરવ હશમુખ લાલ શાહે દાહોદ ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા દાહોદ ટાઉન પોલીસે બન્ને ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે