
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
દાહોદમાં જનાબ સાહેબ ખૂબ જ બહેતર અંદાજમાં બયાનો કરી શેહરુલ્લાની નમાજ પડાવી ખીદમત કરી રહ્યા છે.
આકા મોલાની રજા મુબારક થી શીરપુર મોજે થી શેહરુલ્લાની ખીદમત માટે આવેલા છે
ફતેપુરા તા.08
દાહોદ મુકામે આવેલ સૈફી નગરની મોહંમદી મસ્જિદ માં શેહરુલ્લા ની ખીદમત માટે આકા મોલા ની રજા મુબારક થી શિરપુર મોજે થી જનાબ શેખ મુસ્તફા ભાઈ આવેલા છે તેઓ મૌલા તરફથી જે બયાનો આવે છે તેનો ઘણો જ બહેતર અંદાજથી સરળ ભાષામાં બયાન કરી રહ્યા છે ભાઈઓ અને બહેનો તેમજ નાના બચ્ચાઓ ઘણા ધ્યાનથી બયાન સુની રહ્યા છે તેમજ પાંચ ટાઈમની નમાજ અદા કરાવી રહ્યા છે તથા આકા મોલા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ત.ઉ.શ. ના હકમા લાંબી ઉંમર માટે તેમજ તંદુરસ્તી માટે દુવા કરાવી રહ્યા છે