
રાજેન્દ્ર શર્મા :- દાહોદ..
દાહોદ તાલુકા સંઘના જિલ્લા પ્રતિનિધિની એક બેઠક માટે ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું…
જિલ્લા પ્રતિનિધિની એક બેઠક માટે સામાન્ય સભામાં એકથી વધુ ઉમેદવારો ઊભા થતા સામાન્ય સભામાં ચૂંટણી પંચની રચના કરાઈ
જિલ્લા પ્રતિનિધિની એક બેઠક માટે ઉમેદવારની સર્વાનુમતે વરણી ન થતા લોકશાહીની ચૂંટણી માટે કવાયત હાથ ધરાઈ..
દાહોદ તા.06
દાહોદ તાલુકા સંઘના જિલ્લા પ્રતિનિધિની એક બેઠક માટે એક કરતા વધુ દાવેદારો ઉભા થતાં જિલ્લા પ્રતિનિધિની સર્વાનુમતે નીમુંણક ન થઇ શકી હતી. જેમાં પરિણામ સ્વરૂપ જોગવાઈઓ અનુસાર લોકશાહી ઢબે ચૂંટણી યોજાવાની હોઇ ચૂંટણીપંચની રચના કરી ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દાહોદ તાલુકા પ્રાથમિક સંઘની ગત તારીખ 05/04/2021 ના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પ્રતિનિધિની એક બેઠક માટે વરણી કરવાનું નક્કી કરવાનું હતું. પરંતુ જિલ્લા પ્રતિનિધિની એક બેઠક માટે એક કરતાં વધુ દાવેદારો ઉભા થતાં જિલ્લા પ્રતિનિધિની સર્વાનુમતે ના કરી શકી હતી.જેના પરિણામ સ્વરૂપ લોકશાહીની ઢબે ચૂંટણી યોજવાની પરિસ્થિતિ આવી બનતા ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચની નિઘરાણી હેઠળ ચૂંટણીની તારીખો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી લડવા ઉભા થયેલા ઉમેદવારોએ તા.07/042022 ના રોજ ૧૨થી ૧ ના ગાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ સોસાયટી ગોવિંદ નગર ખાતે ઉમેદવારીપત્ર મેળવવાના રહેશે. ત્યારબાદ ઉમેદવારીપત્ર રજુ કરવાની તેમજ ઉમેદવારીપત્ર ચકાસણી તા.07.04.2022 ના રોજ રાખવામાં આવેલી છે. ત્યાર બાદ આગામી તા.08.04.2022 ઉમેદવારીપત્ર પાછો ખેંચવા તેમજ ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરવામાં આવશે.જયારે આગામી ૧૨મી એપ્રિલના રોજ તાલુકા શાળા દાહોદ ખાતે સવારના 12:30 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. તેમજ તે દિવસ મતદાન બાદ મત ગણતરી તેમજ પરિણામ જાહેર કરવામાં આવશે.