દાહોદ તાલુકાના મોટી ખરજ ગામેથી પોલીસે 2,66,240 રૂપિયાના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ ઝડપ્યો: ચાલક ફરાર

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે દાહોદ

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામેથી પોલીસે 2,66,240 રૂપિયાના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ ઝડપ્યો: ચાલક ફરાર

 

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામેથી ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂના જથ્થા ભરેલી ફોર વહીલર ગાડીને ઝડપી પાડી છે જયારે વિદેશી દારૂનો જથ્થો લાવનાર ગાડીનો ચાલક પોલીસને ચકમો આપીને ફરાર થયો છે

 

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ખરજ ગામે તળાવ ફળીયામાં રોડ પર દાહોદ ગ્રામ્ય પોલીસ દ્રારા વોચ ગોઠવી આવતા જતા વાહનોની તલાશી લઈ રહી હતી તે સમયે મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી MP-45-D-0509 નંબરની બોલેરો ગાડીના ચાલકે પોલીસની વોચ જોઈને ગાડી રોડની સાઈડમાં મૂકીને ભાગી ગયો હતો ત્યારબાડ પોલીસે બોલેરો ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની 24 પેટીઓમાં કુલ 576 બોટલો જેની કિંમત 66,240 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે 2 લાખ રૂપિયા કિંમતની બોલેરો ગાડી તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી 2,66,240 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂમાં સામેલ પ્રોહીબીસન નો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

Share This Article