
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાની પરણિતાને પતિ તેમજ સાસરીયાઓના દ્વારા મહેણાં ટોણાં મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા મહિલાને પોલીસમાં રાવ
દાહોદ તા.24
દાહોદ તાલુકાની પરણિત મહિલાને તેના પતિ તેમજ સાસરિયાઓ દ્વારા અવાર નવાર મહેણાં ટોણાં મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં સાસરિયાઓના અસહ્ય ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ દાહોદ મહિલા પોલીસ મથકમાં રાવ કર્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના કંબોઇ તાલુકાના રોઝીયા ફળીયાની રહેવાસી જીજ્ઞાશાબેન કનુભાઈ કોચરાના લગ્ન દાહોદ તાલુકાના જેકોટ ગામના તળાવ ફળિયાની રહેવાસી રણજીત કાળુભાઇ પરમાર જોડે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થતાં હતા. ત્યારબાદ તેના સાસરિયા દ્વારા અવારનવાર રસોઈ બનાવવા તેમજ ઘરના કામકાજ અર્થે મહેણાં ટોણા મારતા તેમજ પતિ દ્વારા બીજી પત્ની લાવવા બાબતે અવારનવાર ઝગડો કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા સાસરિયાઓના અસહ્ય ત્રાસથી વાજ આવેલી જીજ્ઞાશાબેને દાહોદ મહિલા પોલીસ મથકના રાવ કરતા દાહોદ મહિલા પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.