
વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત: કાર્યકર્તાઓ ઉત્સાહમાં, મીઠાઈઓ વહેંચી વિજયોત્સવ મનાવ્યો
દાહોદ તા.૧૦
પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં ૦૪ રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થતાં દાહોદ જિલ્લામાં દાહોદ નગરપાલિકા ખાતે તેમજ તાલુકા પંચાયત સહિત સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઢોલ નગારા સાથે ફટાકડાં ફોડી એકબીજાનું મો મીઠુ કરાવી ઉજવણી કરી હતી.
૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ૪ રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. દાહોદ જિલ્લામાં દાહોદ શહેરમાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઢોલ નગારાના તાલે રાજ્યોની જીતને વધારી લીધી હતી અને ફટાકડા ફોડી, મીઠાઈ વેહચી હતી તેવીજ રીતે દાહોદ તાલુકા પંચાયત ખાતે પણ વિજયની ઉજણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા કતવારા ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત કાર્યકરોને મીઠાઈ ખવડાવી મોઢુંમીઠું કરાવ્યું હતું. ઝોન મહામંત્રી કનૈયાલાલ કીશોરી, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો ભાજપ સંગઠનના તાલુકાના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઢોલ વગાડી વગાડી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેચી વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી. દાહોદ નગરપાલિકા ખાતે ઉજવણીમાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્ર સોની, દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજયોત્સવ મનોવ્યો હતો. ઝાલોદ તાલુકામાં સહિત ઝાલોદ નગરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વિજયોત્સવની ઉજવણી કરી હતી.
———————–