Friday, 29/03/2024
Dark Mode

દાહોદ શહેરના ગોધરા રોડ પર જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા : 10 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ખેલીઓ ઝડપાયા: અન્ય ત્રણ ફરાર 

March 7, 2022
        2872

દાહોદ તા.૦૭

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ગંજી પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલ ૦૬ ઈસમો પૈકી પોલીસે ૦૩ને ઝડપી પાડી જ્યારે અન્ય નાસી જવામાં સફળ રહેતાં પોલીસે ઝડપી પાડેલ ઈસમો પાસેથી રૂા. ૧૦,૧૬૦ની રોકડ રકમ સાથે જેલ ભેગા કરી દીધાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

 ગતરોજ દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સાંસીવાડા વિસ્તાર ખાતે જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલ સંદીપભાઈ રમેશભાઈ સાંસી, રાહુલભાઈ રાજુભાઈ સાંસી, વિજયભાઈ રમણભાઈ સાંસી, વિશાલ સુરેશ સાંસી અને સન્નુ સુરેશ ગહેલો આ ૦૬ જણા જુગાર રમતાં હતાં ત્યારે પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે સંદીપભાઈ, રાહુલભાઈ અને રાજુભાઈને ઝડપી પાડ્યાં હતાં અને અન્ય ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી અને દાવ પરથી કુલ રૂા. ૧૦,૧૬૦ ની રોકડ રકમ સાથે ઉપરોક્ત ૦૬ ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!