
દાહોદ શહેરના કસ્બામાં ગૌવંશની હત્યા કરી વેચાણ થતો હોવાની બાતમીના આધારે પોલીસના દરોડા:200 કિલો ગોવંશ નું માંસ જપ્ત:ગોવંશ હત્યા કરનાર બન્ને ઈસમો ફરાર…
દાહોદ તા.૦૭
દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે બે ઈસમો પોતાના આર્થિક લાભ મેળવવા સારૂં ગૌવંશનું ક્રુરતા પુર્વક કતલ કરી વેચાણ કરતાં હોવાની બાતમી દાહોદ શહેર પોલીસને મળતાં પોલીસે સ્થળ પર ઓંચિંતો છાપો મારતાં બંન્ને ઈસમો પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી ૨૦૦ કિલો ગ્રામ કિંમત રૂા. ૨૦,૦૦૦નું ગૌવંશનું માસ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૭મી માર્ચના રોજ દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે ઈમરાન ઈરીશન મલેક (રહે. પટણી ચોક કલાક ઝાંપા, તા.જિ.દાહોદ) અને અવેશ અઝીજ શેખ (રહે. ખાઈ ફળિયું, દાહોદ કસ્બા, તા.જિ.દાહોદ) બંન્ને જણા ગૌવંશનું ક્રુરતા પુર્વક રીતે કતલ કરી ગૌમાંસનું વેચાણ કરતાં હતાં. પોલીસે ઓચિંતી રેડ પાડતાં ઉપરોક્ત બંન્ને જણા પોલીસને જાેઈ નાસી ગયાં હતાં. પોલીસે સ્થળ પરથી ૨૦૦ કિલો ગ્રામ કિંમત રૂા. ૨૦,૦૦૦ની કિંમતનું ગૌમાંસનો જથ્થો કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-