બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ,કર્મીઓનું સન્માન*
*અનુસૂચિત જાતિના વિકાસ માટે નિવૃત્ત,નવી નિમણૂક અને સંસ્થાને સહયોગી કર્મશીલોનું સન્માન,સમાજ માટે એક કરોડ ફાળવવા સાંસદ જશવંતસિંહ ભાભોરની જાહેરાત*
સુખસર,તા.13
દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા ત્રીજો તેજસ્વી તારલાનો સન્માન સમારોહ ગોપાલભાઈ ધાનકા શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે યોજાયો હતો.દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે અનુસૂચિત જાતિ સમાજના વિકાસ માટે પોતાની ગ્રાન્ટ માંથી એક કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી.
આ સમારોહમાં ધોરણ 10 ના 50,ધોરણ 12 ના 47 અને કોલેજના 23 મળી 130 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.ધોરણ 10 માં કૌશિક નગીનભાઈ સોલંકી 94.16 ટકા ,CBSC ક્રિશા પ્રજ્ઞેશ કપાસીયા 84.20 ટકા,ધોરણ 10 માં સાયન્સ ઓમ પ્રકાશ અશોકભાઈ સલાણીયા 88.66 અને ધોરણ 12 આર્ટસમાં હિરલબેન વેચાતભાઇ મકવાણા 91% જ્યારે કોમર્સમાં કિંજલબેન નરેશભાઈ ચાવડા 74.14 અને સાયન્સમાં આર્યનકુમાર મનોજભાઈ સોલંકી 78.86 ટકા સાથે પ્રથમ આવનાર તમામને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.કર્મચારીઓ જેમને વર્ષ 2025- 26માં નવી નિમણૂક મળી તેમને પણ શાલ ઓઢાવી સન્માનિત કરાયા હતા.સંસ્થાને આર્થિક સહયોગ આપનાર નાનજીભાઇ પરમાર જેસાવાડા,રમેશભાઈ સોલંકી માંડલી,મંજુલાબેન પરમાર બોરીયાલા,રમેશભાઈ પરમાર દાહોદ અને સુખસર તાલુકા સામાજિક ન્યાય સમિતિના નવા વરાયેલા ચેરમેન સીતાબેન પીઠાયાનુ પણ વિશેષ સન્માન કરાયું હતું.
વિદ્યાર્થીઓને ડો.બાબા સાહેબ આંબેડકરના માર્ગે ચાલી સમાજનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. સમાજમાંથી IAS બનો તેવી આશા વ્યક્ત કરી હતી.મુખ્ય મહેમાન તરીકે વિક્રમભાઈ ચૌહાણ,પ્રદેશ પ્રમુખ,સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમાં પીઠ,ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,ડો.પ્રો. હરીશભાઈ ડાભી,ઈ.સી. મેમ્બર,કે. ટી. વાઘેલા,પ્રદેશ મહામંત્રી મનુભાઈ રાઠોડ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ, શશીકાંતભાઈ કટારા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ,મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા મંત્રી કિરણસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન મંડળના મંત્રી કિરણસિંહ ચાવડાએ કર્યું હતું. આ આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમમાં મંડળના હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો ટ્રસ્ટીઓ સમાજના આગેવાનો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
